પૂર્વ કચ્છના રાપર ના દેનાબેંક ચોકપર ધોળાદિવસે તીક્ષ્ણ હથિયારવડે કરાયો ખૂની હુમલો

કચ્છ : બિમલ માંકડ :પૂર્વ કચ્છના વાગડ ખાતે છાસવારે તીક્ષ્ણ હથિયારોથી થતા હુમલા પોલીસ સામે સર્જેછે સવાલો

પૂર્વ કચ્છના રાપર ખાતે જાણે પોલીસ પ્રસાસનની ઢીલી નીતિ સામે સવાલો સર્જી રહ્યાં હોય તેમ પોલીસનો કે કાયદાનો કોઈ ખોપ રહ્યો ન હોય તેવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે ત્યારે નાગરિકોમાં ભયનો માહોલ જોવામળી રહ્યો છે ત્યારે આજે ધોળા દિવસે રાપર શહેરના ધમધમતા વિસ્તાર દેનાબેંક ચોક ખાતે મોચી કામ કરતો શામજી મેરિયા નામના યુવકે ધારીયાવડે આધેડ પર ખૂની હુમલો કરતા નાસભાગ સહિતના દ્રશ્યો સર્જાયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર દેના બેંક ચોકમાં મોચીકામ કરતા હુમલાખોર શામજીએ ખેંગાર સોલંકી નામના શખ્સ પર અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને ધારીયાવડે હુમલો કર્યો હતો અને વળતા જવાબમાં પીડિત ખેંગાર સોલંકીએ પણ પોતાની પાસે રહેલી છરી કાઢીને હુમલો કરનાર યુવાનના ભાઈ પ્રકાશ મેરિયા પર હુમલો કર્યો હતો જેમાં પ્રકાશને હાથની આંગળીઓમાં ઇજાઓ પહોંચી હતી બનાવના પગલે ખેંગાર સોલંકીને રાપર સામુહિક કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વધુ મળતી વિગતો મુજબ આ ખૂની હુમલા પાછળ અગાઉ એક યુવતીને ભગાડી જવામાં ખેંગારે મદદગારી કરાઈ હોવાનો વહેમ રાખીને અગાઉ થયેલ ઉગ્રબોલાચાલીને લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ઘાયલ ખેંગાર સોલંકી લોહી નિંગડતી હાલતમાં સરાજાહેર છરી લઈને ઘટના સ્થળે ફરી રહ્યો હતો જેના પગલે નાગરિકોમાં ભય ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે હાલ ચૂંટણીનો માહોલ હોઈને મત ગણતરી થવાની છે ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો હોવા છતાં કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પીજતા આવા શખ્સો પ્રસાસનસામે અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે ત્યારે વાગડમાં અવારનવાર બનતી આવી હુમલા અને મર્ડરની ઘટનાઓ લાલબત્તી સમાન છે જેને કાયદાને બાનમાં લીધું હોવાનું શહેરના જાગૃત નાગરિકોમાં ગણગણાટ ઉઠવા પામ્યો છે ત્યારે આ હુમલાના બનાવના પગલે રાપર પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap