સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, મોરબી સહિત તલાલામાં નોંધાયો 3.2 તીવ્રતાનો આંચકો

મોરબી: મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાય હતા. મોરબીમાં એક અને તલાલામાં બે ભૂકંપના આંચકા નોંધાયા હતા.

મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે તલાલામાં 1:12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી 11 કિલોમીટર દૂર હતું. જ્યારે બીજો આંચકો પણ તલાલામાં જ વહેલી સવારે 5:52 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.0 નોંધાઈ હતી. જેનું કેન્દ્ર બિંદુ તલાલાથી 12 કિમી દૂર હતું. સાથે મોરબીમાં 6:57 કલાકે 1.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap