નવી દિલ્હી: શુક્રવારે જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતને ધ્રુજાવ્યા થયા બાદ જાપાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના ફુકુશીમા પ્રાંતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે, ભૂકંપની અસર રાજધાની ટોક્યો સુધી અનુભવાઈ હતી. આને કારણે નુકસાન પણ થયું હોવાનું સામે આવ્યું છે.
જોકે, ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી. સાવચેતી રૂપે, લોકોને દરિયાકાંઠાના વિસ્તારોની આસપાસ ન ફરવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે નેમીના ઉત્તર-પૂર્વમાં 90 કિલોમીટરના અંતરે 7.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું જોખમી સ્તર છે. ભૂકંપ બાદ લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યા છે. જેમાં ખતરનાક ભૂકંપની આગાહી કરી શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ભૂકંપથી રૂમમાં રાખેલી સામગ્રી નીચે પડી જાય છે.
ઉલ્લેખનિય છે કે, શુક્રવારે રાત્રે ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબ સહિત ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં ભારે આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાન હતું, જ્યાં ભૂકંપની તીવ્રતા 6.3 હતી.
