આજે દિલ્હીમાં સતત 14માં દિવસથી તાતહઠ (ખેડૂત આંદોલન)ચાલી રહ્યું છે. ગઈકાલેતેના અનુસંધાનમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ગઈકાલે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.ગ્રહ ગોચરનો વિચાર કરતાં મકર રાશિમાં બે લાંબા ગાળાના ગ્રહોની યુતી (ગુરૂ-શનિ)ચાલે છે.
જયારે મીન રાશિ (જળ રાશિ)મંગળ,સૂર્ય વૃશ્ચિક રાશિમાંના ભ્રમણ તેને કારણે આવું આંદોલનને જોર પકડાયેલ! શનિ એક રાશિમાં 30 વર્ષ પછી પુનઃ પ્રવેશ કરે છે. આજથી અગાઉ ૩૦ વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશના મહેન્દ્રસિંહ ટિકેન નામના વ્યક્તિ જે કિશાન નેતાએ દિલ્હીમાં ખેડૂત આંદોલન કરેલ હતું. જેમાં ખેડૂતને મળતી સબસીડી,ટેકાના ભાવ,મફત પાણી,વીજળી,ધિરાણ,ખાતર અને અન્ય રસાયણોની માંગ કરી હતી ?, જે આજે પણ આંદોલનના મુખ્ય મુદ્દાઓ રહેલ છે.
ગઈકાલે સાંજે સમાધાન કરાવવાની મિટિંગમાં (મોટાભાઈ મેદાનમાં) અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેલ પણ ગૂંચવાયેલ કોકડું તેમને તેમ જ રહયું. કારણ કે ગઈકાલે સિંહ રાશિનો ચંદ્ર જે સતાનો કારક સ્થિર રાશિમાં હોય સમસ્યા યથાવત રહેલ ખેર,અગામી તા.૧૦ થી પ્રેમ,સ્નેહ,સમાધાનનો કારક શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં આવતાની સાથે સમસ્યાઓ હલ થશે.શાસ્ત્રોમાં આવે છે, કે રાજ હઠ,બાળ હઠ,સ્રી હઠ ગમે તે રીતે પુરી થતી હોય છે. પરંતુ અગામી તા.૧૫ થી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ થવાથી સૂર્ય ગ્રહનું મૂળભૂત કારકત્વ નાશ પામે છે. માટે સરકારે કંઈક અંશે કૃષિ કાયદામાં બદલાવ લાવી જગત તાત અન્નદાતાની નિયતિ મુજબ લાવશે. રાજકીય રોટલા શેકનારને શનિ ગ્રહ નિશ્ચિત રીતે દંડ ફટકારાશે.આમ જનતાની સાથે રહેનાર તમામ વર્ગને શનિની કૃપા બની રહેશે.
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
