કેન્દ્ર સરકારે 25 ડિસેમ્બરે કહ્યું હતું કે,તેણે આગામી સપ્તાહથી આંધ્ર પ્રદેશ, આસામ, ગુજરાત અને પંજાબમાં કોરોના વેક્સિન ડોઝ માટે રિહર્સલ (ડ્રાઈ રન) બનાવવાની યોજના બનાવી છે. વેક્સિન કાર્યક્રમ અસરકારક રીતે ચાલ્યો હતો, તેથી તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દરેક રાજ્ય બે જિલ્લામાં રિહર્સલની યોજના તૈયાર કરવામાં આવશે અને તે જિલ્લા હોસ્પિટલો, શહેરી સ્થળો, ખાનગી આરોગ્ય સુવિધાઓ, ગ્રામીણ જુદી-જુદી જગ્યાઓ કરવામાં આવશે.
મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું, “આ રિહર્સલથી કોરોના રસીકરણને વધુ એન્ડ ટૂ એન્ડ મોબિલાઈજેશન પ્રક્રિયાને સક્ષમ બનાવશે. આ રિહર્સલ દ્વારા તેની વાસ્તવિક વાતાવરણમાં ટેસ્ટ કરવામાં આવશે.”
આ આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગ મિકેનિઝમ વચ્ચેના સંબંધોને પણ સક્ષમ બનાવશે અને વાસ્તવિક અમલીકરણ પહેલાં પડકારોને ઓળખશે. તે વિવિધ સ્તરે પ્રોગ્રામ મેનેજર્સને હાથો-હાથ અનુભવ પ્રદાન કરશે. આ બે દિવસીય પ્રવૃત્તિનું આયોજન 28 અને 29 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે.
આ રિહર્સલમાં કોરોના વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સનું પરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત પૂરતા અંતર સાથે ભીડ સંચાલન પણ કરવામાં આવશે.
રિહર્સલમાં એક મહત્વપૂર્મ ઉદ્દેશ્ય રસીકરણ બાદ કોઈપણ સંભવિત પ્રતિકૂળ ઘટનાઓના પ્રબંધન પર હશે.
મંત્રાલયે કહ્યું કે,”મોક ડ્રીલમાં બ્લોક અને જિલ્લા સ્તરે સમાન દેખરેખ અને સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે પ્રતિસાદ શેર કરવા માટે તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક વિગતવાર ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને રિહર્સલને માર્ગદર્શન આપવા માટે તે ચાર રાજ્યો સાથે શેર કરવામાં આવી છે.”
