બોલીવુડ ડ્રગ્સ કેસમાં અભિનેતા અર્જુન રામપાલની મુસીબતો ઓછી થઈ રહી નથી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હવે. તેની બહેન કોમલ રામપાલને સમન્સ મોકલ્યું છે. તેમને બુધવારે (6 જાન્યુઆરી) હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
એનસીબીએ અત્યાર સુધીમાં બે વાર અર્જુન રામપાલની પૂછપરછ કરી છે. આ સિવાય તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિઆડ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, એનસીબીએ અર્જુન રામપાલના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાં એજન્સીને એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત દવાઓ મળી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે પ્રિંસ્ક્રિપ્શન (બેકડેટેડ પ્રિસ્ક્રિપ્શન) એ અભિનેતા દ્વારા ડ્રગ માટેના કોઈ સબંધી દ્વારા ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.
અર્જુન રામપાલે કહ્યું કે, તેમણે ખાસ પેઇનકિલરની પ્રિસ્ક્રિપ્શન એનસીબીને પણ આપી દીધી છે. તેને દિલ્હીના સાઇકિયાટ્રિસ્ટ ડોક્ટર દ્વારા જારી કરવામાં આવી હતી. તેણે કોઈ પણ ડ્રગની લેવડ-દેવડને નકારી કાઢ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, જૂનમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ એનસીબીએ વોટ્સએપ ચેટના આધારે બોલીવુડમાં માદક પદાર્થોના કથિત ઉપયોગની તપાસ શરૂ કરી હતી.
