વિનય પરમાર,રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિન માટે આજથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાની ટિમ શહેરના વિવિધ વિસ્તારમાં ઘરે ઘરે જઈને યાદી તૈયાર કરી રહી છે. 50 વર્ષથી ઉપરના અને નીચેના વ્યક્તિઓનો ડેટાબેઝ બનાવવાની કામગીરી શરૂ કરી છે.

આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, 50 વર્ષથી ઉપરના લોકોની ડેટા બેન્ક તૈયાર કરવામાં આવશે. જ્યારે 18થી50 વર્ષની વયના કો-મોબીર્ડ કન્ડિશનવાળા કોલોને કે કેન્સર, ડાયાબીટીસ, બી.પી., એઇડ્સ, કિડની સંબંધી રોગ, હાર્ટ ડીસીઝ, મેન્ટલી વગેરે જેવા કોનીક ડીસીઝ અસાધ્ય રોગ હોઈ તેવી પરિસ્થિતિવાળા વ્યક્તિઓની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે. ઇલેક્શન બુથ વાઇઝ યાદી તૈયાર કરવામાં આવશે.મહાપાલિકા દ્વારા સર્વેની એક એપ્લિકેશન બનવવામાં આવશે જેમાં સર્વેની કામગીરી અપલોડ કરવામાં આવશે.

હાલ રાજકોટ મહાનગરપાલિકાની 50થી વધારે ટિમો માથદાન બુથ ઉપર સર્વે કરી રહી છે.જેમાં લોકોએ પોતના પ્રમાણપત્રો આપવાના રહેશે.
