આ પ્રયોગ બેસતા વર્ષે કરવાથી ચોક્કસ નૂતન વર્ષ વિશેષ બરકત વાળુ રહેશે

વિ.સં.૨૦૭૭ના સર્વે વાચકોને એડવાન્સમાં શુભકામનાઓ…સોમવારથી ચાલુ થતું નવા વર્ષમાં કેવી રીતે નવું વરસ વધારે લાભદાયી,શુભદાયી,યશસ્વી બનાવવા માટે લાંબાગાળાના જ્યોતિષશાસ્ત્રના અભ્યાસ અનુભવ,અવલોકન સાથો-સાથ શાસ્ત્ર મત અનુસાર નીચેના વિશિષ્ટ પ્રયોગ બેસતા વર્ષે કરવાથી ચોક્કસ નૂતન વર્ષ વિશેષ બરકત વાળુ બની રહેશે.

(૧) સૂર્યોદય પહેલાં ઊઠવું ત્યારબાદ સ્નાનાદિથી પરવારી ઇષ્ટદેવની તસવીરના દર્શન કરી શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી મનોમન પ્રાર્થના કરવી.આસોપાલવ ના પાનનું તોરણ ભગવાનના મંદિરે અને ઘરની બહાર બાંધવું.ઘરના દરવાજા આગળ કંકુથી સ્વસ્તિક બનાવો અને જમણી બાજુ રંગબેરંગી રંગોથી રંગોળી મોટી બનાવો.

(૨)બેસતા વર્ષે સવારના ભાગે શુકન નું મીઠું કે મગ અવશ્ય ખરીદવા.

(૩) આ વખતે નવું વરસ સોમવારથી ચાલુ થવાથી ચંદ્ર ગ્રહ રીજાવવા માટે દેવાધિદેવ મહાદેવના મંદિરે જઈ દર્શન કરવા શક્ય હોય તો શુદ્ધજળ નો ભરેલ કળશમાં કાળા તલ નાખીને શિવજીને ચડાવવુ.

(૪)વેપારી વર્ગે અવશ્ય પોતાના ધંધા નું શુભ મુરત નવા વર્ષ નિમિત્તે કરવું અને ધંધામાં બોણી પ્રાપ્ત કરવી.

(૫) કૃષ્ણમ્ વંદે જગતગુરુ ના દર્શન શક્ય હોય તો હવેલીમાં
જઈને અન્નકોટ ના દર્શન સાથે કરવા.

(૬) મીઠાઈ ખાવી અને શુભેચ્છક, સગા,સ્નેહી,આડોશી,પાડોશીને સર્વે ને મિઠાઈ ખવડાવી.

(૭) બપોર ના સમયે કે સાંજે ઘરના દરેક ખૂણા માં વ્યવસ્થિત સાફ કરીને આ દિવસે જો પાણીમાં મીઠું તેમજ ગૌમૂત્ર નાખીને જો પોતું કરવામાં આવે તો તે સૌથી ઉત્તમ સાબિત થશે.

(૮) બપોરના ભોજનમાં ખીર કે લાપસી બનાવવી,ત્યારબાદ તેનો પ્રસાદ તરીકે લેવો.

(૯) વામકુક્ષી કરવી નહીં.

(૧૦)અસત્ય વચન,ક્રોધ,ઉદ્વેગ અશાંતિ કરવી નહિ.

(૧૧) લાંબાગાળાના પ્રવાસો આવા શુભ દિવસે ન કરવા.

એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap