પતિએ કર્યો વધુ પ્રેમ, તો પરેશાન થઈને પત્નીએ એવું કર્યું કે…

પતિ-પત્નીની જોડી આસમાનથી નક્કી થતી હોય છે. તેમજ બંને વચ્ચેનો સંબંધ સૌથી ખાસ હોય છે. ત્યારે દંપતિ બંને વચ્ચે ઘણીવાર મતભેદ પણ થતા હોય છે, પરંતુ જ્યારે બંનેમાં કોઈ તકલીફ આવે છે તો બધી અણસમજ ભૂલી જઈ નવા માર્ગે ચાલી નવા જીવનની શરૂઆત કરે છે. જ્યારે અમુક વાર બંને વચ્ચે એવું બને છે કે જેના કારણે તેને અલગ થવાનો માર્ગ પસંદ કરવો પડે છે. તમે જોયું હશે કે પત્નીનું ધ્યાન નહીં રાખવાના કારણે છુટાછેડાની નોબત આવે છે, પરંતુ આજે તમને એક અનોખા મામલ વિશે જણાવીશું. અહીં પોતાની પત્નીને વધું પડતો પ્રેમ કરવો વ્યક્તિને ભારે પડ્યો. પત્નીને વધું પ્રેમ કરવાના કારણ મહિલાએ પોતાના પતિથી ડિવોર્સ માંગી લીધા.

પતિના વધું પ્રેમથી પરેશાન
યૂએઈમાં આ વિચિત્ર કિસ્સોમાં સામે આવ્યો છે. અહી પુરૂષને પોતાની પત્નીને હદથી વધારે પ્રેમ કરવો પોતાના માટે અત્યંત નુકસાનકારક નીવડ્યો. મહિલાના છુટાછેડાની વાત જાણી સૌ કોઈ દંગ રહી ગયાં. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેને હદથી વધારે પ્રેમ કરે છે. પોતાના પતિના પ્રેમથી હેરાન થઈ તલાક લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ક્યારેય નથી ગુસ્સે થયો
કોર્ટમાં મહિલાએ છુટાછેડાની અરજી આપી છે. મહિલા પોતાના પતિથી વધારે પ્રેમ સહન ના કરી શકી. જેના કારણે તેણે પોતાના પતિથી તલાક લેવાનો ફેસલો કર્યો. મહિલાએ પોતાની દલીલમાં કહ્યું કે લગ્ન બાદથી પતિ તેના પર કયારેય ગુસ્સે નથી થયો. એટલું જ નહીં તેણે મને કયારેય ઉદાસ નથી થવા દીધી. એટલા માટે આ વ્યક્તિ મને સારો ના લાગ્યો. હવે મને તેનાથી છુટાછેડા જોઈએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap