કિશન બાંભણિયા, ગીર સોમનાથ: દિવમાં નવા એસ.પી. તરીકે 2016ની બેચના અનુજ કુમારની નિયુક્તી થઇ અને એસ.પી. હરેશ્વર સ્વામીની દાદરનગર હવેલી પ્રદેશમાં બદલી થતા પોલીસ હેડક્વાર્ટરમાં સન્માન અને વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બુકેથી સ્વાગત બાદ પી.આઇ. પંકજ ટંડેલ શાબ્દિક સ્વાગત બાદ એસપી હરેશ્વર સ્વામીની કાર્યશૈલીની પ્રસંસા કરી એસપીના હસ્ત કોસ્ટલ પોલીસ સ્ટેશનનો પ્રારંભ થયો. લોકસભા ચુંટણી, જીલ્લા પંચાયત ચુંટણી તેમજ બે સાયકોલોન રાષ્ટ્રપતિની વિઝીટ જેવી દરેક કામમાં બારીકાયથી નેતૃત્વ કરવા બદલ અને ઇન્વેસ્ટીગેશન, ટ્રાફીક, ક્રાઇમ જેવા દરેક વિભાગમાં એસપી હરેશ્વર સ્વામી પાસે શીખવા મળેલ. આ પ્રસંગે એસપી હરેશ્વર સ્વામીને જણાવેલ હતુ કે દિવ મને કાયમી યાદ રહેશે. દિવનો અઢી વર્ષનો કાયકાલ સફળ રહ્યો છે. 2 સાયકોલોન, 2 ચૂંટણી, કોસ્ટલ પોલીસનો પ્રારંભ, રાષ્ટ્રપતિની વિઝટ સહીત દરેક કાર્યોમાં પોલીસ કર્મીઓની ભૂમિકાથી સફળ રહ્યુ. જેનો સારો શ્રેય પોલીસ કર્મીઓને આપ્યો ટ્રાફીક સંદર્ભે વર્ષ દરમ્યાન અકસ્માતોમાં ધટાડો નોધાયો તેની ખુશી અનુભવી અને અંતે દરેક સુરક્ષા જવાનોને શુભકામના પાઠવી હતી.
નવનિયુક્ત એસપી અનુજ કુમારે એસપી હરેશ્વર સ્વામીને એસપી સેલવાસાની બધાય આપી અને અઢી વર્ષના કાર્યકાળની પ્રસંશા સંભાળતા હરેશ્વર સ્વામીની પ્રસંશા કરી અને દિવ પ્રાકૃતિક રીતે ખુબસુરત જીલ્લો છે. અને ટીમ વર્ક તરીકે કામ કરશુ તેવું જણાવ્યુ હતું.
