સરકાર અને ખેડૂતો વચ્ચે આજે આ 4 મુદ્દાઓ થશે ચર્ચા, શું સમસ્યાનું સમાધાન નીકળ છે?

સરકાર વિરુદ્ધની લડતમાં હવે પછી શું થવાનું છે તે કોઈ કહી શકતું નથી. 7માં રાઉન્ટની વાતચીત માટે 30 ડિસેમ્બર બપોરે 2 વાગ્યે બેઠક યોજાશે છે. પરંતુ વાતચીત કઈ શરતો પર થશે તે જોવાનું રસપ્રદ રહેશે. કારણ કે ખેડૂતોએ વાતચીત માટે તેમની પ્રથમ શરત સ્પષ્ટપણે રાખી હતી કે, વાતચીતમાં નવા ત્રણ કૃષિ કાયદા ખતમ કરવાની દિશામાં કરવામાં આવશે. સાથે સરકારે સંબંધિત અને લોજિકલ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું કહ્યું છે.

ખેડૂતોની શરતો અને સરકારનો જવાબ

હવે આજની બેઠક પહેલા અમે તમારા માટે થોડું સ્પષ્ટ કરીએ છીએ, આનું પરિણામ શું આવશે. આ માટે પહેલા ખેડૂતો અને સરકારના પત્રનો વિચાર કરવો પડશે. ખરેખર, સરકાર વતી ખેડૂતોને એક પત્ર લખાયો હતો, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે, તેઓ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે અને ખેડૂતોએ વાતચીતનો સમય અને તારીખ જણાવવી જોઈએ. ત્યાર બાદ સિંઘુ બોર્ડર પર ખેડૂતોની એક બેઠક મળી હતી, જેમાં આ પત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ, ખેડૂતો વાતચીત કરવા સંમત થયા હતા અને 29 મી ડિસેમ્બરે સવારે 11 વાગ્યે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.

પ્રથમ મુદ્દો- કૃષિ કાયદા પર વાત

આજે યોજાનારી બેઠકમાં જે ચાર મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે, તેમાં પહેલો મુદ્દો કૃષિ કાયદા પર ચર્ચા કરવાનો છે. જેમ કે અમે તમને કહ્યું હતું કે, આ કાયદાઓને ખતમ કરવા માટે લેવામાં આવશે તેવા પગલાઓ પર ખેડૂતોએ ચર્ચા કરવાની શરત મૂકી છે. સાથે સરકાર દ્વારા ફક્ત વિગતવાર કૃષિ કાયદાઓની ચર્ચા કરવામાં આવશે.

એટલે કે બેઠક પૂર્વે બંને પક્ષોની દલીલો જુદી-જુદી જોવા મળી રહી છે. તે સ્પષ્ટ છે કે સરકાર તેના કાયદાઓને ખતમ કરવાનો ઉલ્લેખ પણ કરશે નહીં, જ્યારે ખેડૂતો પહેલા આ મુદ્દાને આગળ રાખશે.

બીજો મુદ્દો – એમએસપીની કાયદાની ગેરંટી

હવે આ 7માં રાઉન્ટની બેઠકમાં એમએસપીને લઈને પણ ફરી એકવાર ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોએ સરકારને આપેલા પ્રસ્તાવમાં સ્પષ્ટ કર્યું છે કે, તે એમએસપીના કાયદાની ગેરંટી આપવા પર ચર્ચા કરે.સાથે સરકારે લખ્યું છે કે, એમએસપીની ખરીદ વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે. આ મામલે અણસમજની સ્થિતી બની છે. જોકે, ખેડૂતોની પહેલાની માંગ (કૃષિ કાયદો ખતમ કરવાનો)ની સરખાણીએ સરકાર માટે એમએસપી પર વાતચીત કરવા વધુ સરળ રહેશે.

ત્રીજો મુદ્દો- આયોગ વટહુકમ 2020

દેશની રાજધાની દિલ્હી અને તેની આજુ-બાજુના શહેરોમાં દર વર્ષે પ્રદુષણને લઈને આયોગ વટહુકમ 2020 બનાવ્યો છે. જેમાં લગભગ 26 સદસ્યો હશે. આ વટહુકમ હેઠળ પરાલી સળગાવવાને લઈને સજાનો કાયદો છે. જેને લઈને ખેડૂતોને સમસ્યા છે. એટલા માટે દંડનો પ્રાવધાનમાં સંશોધનને લઈને વાતચીત કરવામાં આવશે.

ચોથો મુદ્દો – વીજ સુધારણા બિલ 2020

હવે ચોથો અને છેલ્લો મુદ્દો જેના પર સરકાર અને ખેડૂતો સંગઠનો વચ્ચે વાતચીત થશે તે છે વીજ સુધારણા બીલ 2020 જેને લઈને ખેડૂતો થોડી મુશ્કેલીઓ છે. કારણ કે, બીલમાં વીજળીની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રોસ સબ્સિડી અને કોમર્શિયલ મીટરને લઈને જે કાયદો છે, તેમાં ખેડૂતોને નુકસાનની આશંકા છે. ઘણા રાજ્યોની સરકાર આની વિરુદ્ધ છે. ખેડૂતોની માંગ છે કે, તેના વીજળી બીલ સંબંધી જુનો કાયદો જ યથાવત રાખવામાં આવે. હવે આના પર સરકાર ખેડૂતો ઠોસ આશ્વાસન આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap