રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ટ્રસ્ટનો ચોંકાવનારો ખુલાસો

વિનય પરમાર, રાજકોટ: મવડી પ્લોટમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે છ દર્દીઓ જીવતા ભુંજાઈ જતાં સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયેલ છે. ત્યારે આ આગજનીની ઘટના બાદ ધીરે ધીરે અનેક ફણગા ફૂટી રહ્યા છે અને આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવા માટે કલેકટરે દબાણ કર્યાનો આક્ષેપ થતાં ભારે સનસનાટી મચી જવા પામેલ છે.

શિવાનંદ ટ્રસ્ટની હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલને લીઝ ઉપર આપવામાં આવી છે અને ગોકુલ હોસ્પિટલના સંચાલકોએ અહીં કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. ત્યારે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, અમે શિવાનંદ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા તૈયાર નહોતા. પરંતુ, જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અમને કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા ફરજ પાડવામાં આવી હતી.

શિવાનંદ મિશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં તંત્રએ વધુને વધુ કોવિડ બેડ ઉપલબ્ધ કરાવવા માટે શિવાનંદ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કલેકટર તંત્ર દ્વારા ફરજ પાડવામાં આવી હતી. પરંતુ, અમારી આ માટે તૈયારી ન હોવાથી ગોકુલ હોસ્પિટલને સોંપવામાં આવી હતી અને ગોકુલ હોસ્પિટલે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી. શિવાનંદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ આ ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap