અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં સૌથી મોટા રશીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરોમાં સૌપ્રથમ કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાએ પણ આજરોજ કોરોનાની રસી મુકાવી હતી.
રાજ્યમાં પ્રથમ તબક્કામાં દેશભરના સરકારી અને ખાનગી હોસ્પિટલોના 3 કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી હતી. જે નિ:શુલ્ક હશે અને તેનો ખર્ચો સરકાર ભોગવશે.
