દિલીપ ઘોષે આપી મમતાને ચેતવણી, અમે બદલો પણ લઇશું અને બધુ વ્યાજ સહિત પરત કરીશું

ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળ એકમના વડા દિલીપ ઘોષે ગુરુવારે દક્ષિણ 24 પરગના જિલ્લામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયા બાદ મમતા સરકારને કડક ચેતવણી આપી છે. દિલીપ ઘોષે ફેસબુક પર બંગાળીમાં લખ્યું, “બાદલ હોબ, બોડ્લો હોબે (આપણે બદલાઇશું અને બદલો પણ લઈશું), બધું વ્યાજ સાથે પરત કરવામાં આવશે.”

ડાયમંડ હાર્બર જતી વખતે નડ્ડાના કાફલા પર પત્થરો અને ઇંટોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયા અને દિલીપ ઘોષ સહિત પાર્ટીના અનેક નેતાઓની કારને નુકસાન થયું હતું. જોકે બુલેટ પ્રૂફ કાર હોવાના કારણે નડ્ડા સલામત હતા, પરંતુ તેમના પક્ષના સહયોગી વિજયવર્ગીયાને આ હુમલામાં ઇજાઓ પહોંચી હતી.

ગુરુવારે, નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ ભાજપ અને ટીએમસી વચ્ચે શબ્દોનું યુદ્ધ શરૂ થયું હતું. અમિત શાહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ નડ્ડાને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળતા માટે મમતા સરકાર પર પ્રહારો કર્યા હતાં અને આ હુમલાને પ્રાયોજિત હિંસા ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજ્ય તૃણમૂલ શાસન હેઠળ “જુલમ અને અરાજકતાના યુગમાં ઉતર્યું હતું.”

દરમિયાન, કેન્દ્રએ રાજ્યપાલ જગદીપ ધનખારને પત્ર લખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા નડ્ડાના કાફલા પર હુમલો કર્યા બાદ શાંતિ જાળવવા માટે લેવામાં આવતા પગલાઓ વિશે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. ગૃહમંત્રાલયે નડ્ડાની મુલાકાત દરમિયાન કથિત “ગંભીર સુરક્ષા ક્ષતિઓ” અંગે મમતા સરકાર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap