રણવીર અને આલિયા પણ પરણી ગયા હોત, જો આ મુશ્કેલી ન આવી હોત !

સામાન્ય લોકોની જેમ બોલીવુડના બે મોટા કલાકારોના લગ્ન કોરોના વાયરસના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવ્યા હતા. જો મહામરી ન હોત તો બોલિવૂડ એક્ટર રણવીર કપૂર અને આલિયા ભટ્ટે આ વર્ષે લગ્ન કરી લીધાં હોત. આ વાત ખુદ રણવીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહી છે.

જ્યારે રાજીવ મસંદે રણવીરને 32 વર્ષથી તેના લગ્ન કરવાના તેના જુનાં લક્ષ્ય વિશે પૂછ્યું ત્યારે રણવીરે કહ્યું, “જો મહામારી ન હોત તો આ ડીલ થઈ ચુકી હોત. મારે કંઈપણ બોલીને આના પર નજર લગાવવા ઈચ્છતો નથી. હું આ લક્ષ્યને જલ્દી પૂર્ણ કરવા માંગુ છું.”

રણવીરે આશા વ્યક્ત કરી કે આગામી વર્ષ તેમના માટે પ્રોફેશનલી અને પર્સનલ લેવલ પર તેના માટે એક્સાઈટિંગ રહેશે.

ઇન્ટરવ્યૂમાં રણવીરે કહ્યું હતું કે, તેણે મોટાભાગ સમય લોકડાઉન મૂવીઝ જોઈને અને પુસ્તકો વાંચીને પસાર કર્યો હતો. લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસીસ લેવાના સવાલ પર રણવીરે કહ્યું હતું કે, મારી ગર્લફ્રેન્ડ આલિયા થોડી વધારે ઓવરઅચીવર છે અને તેણે ગિટારથી લઈને સ્ક્રીન રાઇટીંગ સુધીના લગભગ તમામ ક્લાસ લીધા છે. હું હંમેશાં તેમની સામે અંડરઅચીવર જેવો અનુભવ કરૂ છું. પણ મેં કોઈ ક્લાસીસ લીધી નથી.”

રણવીરે કહ્યું કે, શરૂઆતમાં તે ફેમેલી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યો હતો, અને તે બાદ તેણે તેનો સમય પરિવાર અને પુસ્તકો સાથે વિતાવ્યો હતો. રણબીરના પિતા અને બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું લાંબી બીમારી બાદ 30 એપ્રિલના રોજ નિધન થયું હતું.

રણવીરે કહ્યું કે,તેણે લોકડાઉનમાં ‘સ્કેમ 1992’, ‘પાતાલ લોક’, ‘ધ ક્રાઉન’ અને ‘ક્વીન્સ ગેમ્બિટ’ જેવી ઘણી સિરીઝો જોઈ છે.

રણવીર અને આલિયાની પહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આખરે આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. બન્નેની આ પહેલી ફિલ્મ છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ત્રણ ભાગમાં આવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કીનેની અને ડિમ્પલ કાપડિયા પણ લીડ રોલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap