વિનય પરમાર,રાજકોટ: જિલ્લા જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભોગવતા કેદીઓનો માનસિક તણાવ દૂર કરવા માટે રાજ્ય જેલવડા કે એલ એન રાવની સૂચનાથી રાજકોટની જેલમાં આજથી રેડિયો સ્ટેશન શરુ કરવામાં આવ્યું છે. જેમાં ખુદ કેદીઓ જ આર જે બનીને પોતાના ટેલેન્ટથી મનોરંજન પૂરું પાડશે આ રેડિયોની ગુંજ દરેક બેરેક સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેદીઓ માનસિક તણાવથી દૂર રહે અને તેઓને મનોરંજન મળી રહે તે માટે રેડિયો પ્રિઝનની શરૂઆત કરવામાં આવી છે. રેડિયો પ્રિઝનમાં દરેક બેરેક અને યાર્ડમાં રેડિયો ગુંજી ઉઠશે રાજ્ય જેલવડા કે એલ એન રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ જેલમાં અધિક્ષક બન્નો જોષી અને ડેપ્યુટી અધિક્ષક આર ડી દેસાઈની જહેમતથી આજથી રાજકોટની જેલમાં આ રેડિયોની સુવિધા શરુ કરવામાં આવી છે.
આ રેડિયો જેલનું એફ એમ એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલું રહેશે જેથી દરેક કેદીઓના કાન સુધી જરૂરી સૂચનાઓ પણ પહોંચી શકશે. ઉપરાંત એફ એમ પ્રિઝન રેડિયોમાં ખુદ કેદીઓ જ આર જે બનીને પોતાના ટેલેન્ટ થકી કેદીઓને મનોરંજન પૂરું પાડશે તેમજ રેડિયો થકી પ્રવચન અને મોટિવેશનલ સ્પીચ સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવશે હાલ આ રેડિયો જેલ પૂરતો સીમિત રહેશે ભવિષ્યમાં ફૂલ ફ્લેજ્ડ કાર્યક્રમ તમામ શ્રોતાઓ માટે પણ શરુ કરવા તરફ તંત્ર આગળ વધશે.
