કિશન બાંભણિયા, ગીર સોમનાથ: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. જેને પગલે વેરાવળમાં બજારો બંધ માટે નીકળેલા કોંગી આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. જોકે, ભારત બંધને પગલે વેરાવળ શહેરમાં બંધની નહિવત અસર જાવા મળી રહી છે.
‘ભારત બંધ’ને પગલે વેરાવળમાં બજારો બંધ માટે નીકળેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસ કાર્યકરોએ કર્યો સૂત્રોચ્ચાર કરી બજારો બંધ કરાવી રહ્યા હતાં.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહેલ, શહેર પ્રમુખ દિનેશ રાયઠાઠ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સંગીતાબેન ચંડપા સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
