રોજકોટની શેરીઓમાં આંટા મારવા નીકળશો તો ખેર નથી, 3 દિવસમાં રાત્રિ કર્ફ્યુ ભંગના નોંધાયા આટલા કેસ

વિનય પરમાર, રાજકોટ: રાજકોટમાં રાત્રિ કરફ્યુના વિરોધ વચ્ચે તેનો કડકાઇથી અમલ કરાવવા માટે પોલીસ મેદાનમાં ઉતરી છે.વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ નાઈટ પેટ્રોલિંગમાં નીકળવા લાગ્યા છે.ત્રણ દિવસમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરતા પોલીસે કુલ 349 લોકોની ધરપકડ કરી છે. જો કે કરફ્યુ કેટલા દિવસ સુધી અમલમાં રહેશે તે વિશે સ્થાનિક અધિકારીઓએ અજાણ હોવાનો કહ્યું છે.

રોજકોટની શેરીઓમાં આંટા મારવા નીકળશો તો ખેર નથી, 3 દિવસમાં રાત્રિ કર્ફ્યુ ભંગના નોંધાયા આટલા કેસ

શહેરમાં 40 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે.આ ઉપરાંત 104 પેટ્રોલિંગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં રાત્રિ દરમિયાન ફોર વહીલ અને ટુ વહીકલમાં પોલીસ પેટ્રોલિંગ કરી રાત્રિ કરફ્યુની અમલવારી કરાવી રહી છે. રાત્રિ કરફ્યુના પ્રથમ દિવસે પોલીસે કરફ્યુ ભંગમાં 74 લોકોને, બીજા દિવસે 114 લોકોને અને ત્રીજા દિવસેએટલે કે સોમવારે રાત્રે 161 લોકો મળી કુલ 349 લોકોની ધરપકડ કરી છે. આ ત્રણ દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગ ભંગના 192 કેસો કર્યા છે.ગઈ તા.21મીએ 54, તા.22મીએ 91 અને તા.23મીએ 47 કેસો કરવામાં આવ્યા હતા.

એટલું જ નહીં એ ત્રણ દિવસ દરમિયાન કુલ 234 વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. પોલીસે રાત્રી કરફ્યુ દરમિયાન કોઈ મદદની જરૂર હોય તો પોલીસના વોટ્સએપ નંબર 8320965606 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.આગામી દિવસોમાં પણ રાત્રિ કરફ્યુની કડકાઇથી અમલવારી કરાવવાની પોલીસે જાહેરાત કરી લોકોને બિનજરૂરી રીતે બહાર નહિ નીકળવા, શેરી ગલીઓમાં આંટા નહિ મારવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap