સુરત: અશાંતધારો લાગુ હોવા છતાં મંજૂરી વિના બેરોકટોક ચાલી રહ્યું છે બાંધકામ, જાણો કોણે કરી કલેક્ટરને રજૂઆત

સુરત: રાંદેર રોડ ગોરાટ વિસ્તારમાં ૧૪/૦૩/૨૦૨૦થી અશાંતધારો લાગુ હોવા છતાંય અનેક વિભાગોમાં ગેરકાયદેસર હાઈરાઈઝના બાંધકામ કરવામાં આવી રહ્યાં છે. તેને પગલે ધારસભ્ય પૂર્ણેશ મોદી અને વિસ્તારના આગેવાનઓની ઉપસ્થિતિમાં ગોરાટ હનુમાન ક્ષેત્ર સમિતિના સભ્યો કલેક્ટરને મળ્યાં હતાં.

આ વિભાગમાં હાઈરાઈઝ બાંધતી કંપનીઓ તેના પાર્ટનરશીપમાં એકાદ હિંદુને સામેલ કરીને કલેક્ટર સમક્ષ બાકી મુસ્લિક પાર્ટનર્સના નામ છુપાવીને તબદીલ અરજ કરે છે અને અરજ પાસ કરાવે છે.

આવી ગેરરીતી “રેહાન હાઈટ્સ”માં ખુલ્લી પડી છે. આ બિલ્ડીંગ દીવાળી બાગ,ર્ટયાર્ક નગર,મોરાર નગરની વચ્ચે પરમીશન વગર જ મલ્ટીસ્ટોરી બાંધકામ થઈ રહ્યું છે. જે તાત્કાલિક રોકવાની માંગ ગોરાટ વિસ્તારમાં થઈ છે.

રાંદેર નગરમાં અનેક મકાનો આવી રીતે તબદીલી અરજમાં આવ્યા છે. જેનું કલેક્ટરને ધ્યાન દોરીને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. અશાંતધારાની જોગવાઈઓના અસરકારક અને ચુસ્તપાલન માટે વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap