ડેપ્યુટી કમિશનર હોકી સ્ટીક લઈને નીકળ્યા તેનો વિરોધ,NSUIએ આવી રીતે દેખાવ કર્યો

વિનય પરમાર, રાજકોટ: મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સિંઘ ગઈકાલે રાજકોટના જાહેરમાર્ગો પર સરકારી નિયમોનુ ઉલ્લંઘનો કરનારને દંડવા હોકીસ્ટીક લઈને નિકળ્યા હતા. એક તરફ ગઈકાલે યુવા ભાજપની બાઈકરેલીમા નિયમોના ધજાગરા ઉઠ્યા છતા ત્યા તંત્ર ઘૂંટણીયે હોય તે રીતે તમાચો સમ્રગ રાજકોટવાસીઓ જોયો.

ડેપ્યુટી કમિશનર હોકી સ્ટીક લઈને નીકળ્યા તેનો વિરોધ,NSUIએ આવી રીતે દેખાવ કર્યો

બે મોઢાવાળા સિંઘમ સાહેબ ગઈકાલે લારી-ગલ્લા વાળાઓને, ગરીબ ધંધાર્થીઓને હોકીસ્ટીકથી ખોટો ખોફ બતાવી દંડ્યા છે ત્યારે આ અધિકારી એવા પાણીયારા હોય તો ભાજપની રેલીમા કાર્યવાહી કરી હોય તો અમે સાહેબનુ સન્માન કરવાના હતા.પંરતુ આવી રીતે સામાન્ય પ્રજાને દંડો કરી આ અધિકારી શુ સાબિત કરવા માંગે છે? રાજકોટમા કરોડોની જમીનો પર બિનકાયદેસર રીતે દબાણ છે તો સિંઘમ સાહેબ એક વાર દબાણ કરવા જશે ?? આ રીતે ક્લાસ-વન અધિકારીઓ ગેરબંધારણીય રીતે હાથમા ધોકા-સ્ટીકો લઈને નિકળશે તે કેટલુ વ્યાજબી ? શુ મહાનગરપાલિકામા વિજીલન્સ ટીમ ન હતી તો પોતે હોકીસ્ટીક લઈને નિકળવુ પડ્યુ ? પોલીસ આ અધિકારી પર કાર્યવાહી કરશે તે રાજકોટ વાસીઓનો મોટો સવાલ છે !

ડેપ્યુટી કમિશનર હોકી સ્ટીક લઈને નીકળ્યા તેનો વિરોધ,NSUIએ આવી રીતે દેખાવ કર્યો

ડેપ્યુટી કમિશ્નરના ગેરબંધારણીય ખોફ ઉભો કરી કાર્યવાહી કરવાના વિરોધમા NSUI અને યુવક કોંગ્રેસ હોકી-સ્ટીક અને બેઝબોલ સ્ટીક લઈ મહાનગરપાલિકાએ બે મોઢાવાળા સિંઘમ સાહેબ ભેટ આપવા પહોચ્યા હતા. જેથી સાહેબને ભાજપના કાર્યકરો પર કાર્યવાહી માટે વધુ જરુરીયાત પડે તો સામાન્ય પ્રજાને અન્યાય ના થાય. કરોડોની જમીનો પર દબાણ હટાવવા પણ કામ આવે ! કાર્યકરો ઉગ્ર દેખાવો કરતા પોલીસનો મોટો બંદોબસ્ત હોવાથી ગેટ બંધ કરી દેવાતા ધક્કામુક્કી સાથે ગેટ પર ચડી દેખાવો કર્યા હતા.જો કે પોલીસે DMCને રજુઆત કરવા ના જવા દેતા કાર્યકરો રોડ બેસી ઉગ્રવિરોધ કરતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

આ કાર્યક્રમમા NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, યુવક કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, સેવાદળના પ્રમુખ રણજીત મુંધવા ,અભિ તલાટીયા ,મીત પટેલ, મૌલેશ મકવાણા, યશ વાળા, હર્ષ આશર,ભાવેશ પટેલ, ચિરાગ બારડ,હુસેન હીરાણી સહીત જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap