‘ગામ બંધ રાખે કે અખબારોનો બહિષ્કાર કરે પણ ગૌચર દબાણો નહીં બચે’

કિશન બાંભણિયા, ગીર સોમનાથઃ કલેક્ટરે જમીન માંગણી રદ કર્યાનો હુકમ કર્યો છતાં ગીરગઢડા ગોશાળા સંચાલકોએ સમીતી બનાવી ગે.કા. ગૈચર જમીન પર દુકાનો બનાવી વેચી મારી. એક તો ચોરી ઉપર થી સીના ચોરી કરવા વ્હાઇટ કોલરના માથાઓ પોતાના દબાણો બચાવવા ગામને માંથે લીધું..ગીરગઢડા ગામ બંધ રખાવી અખબારોનો અને પત્રકારોનો બહિષ્કાર કરવા બોર્ડ માર્યા.

ઊના – ગીરગઢડા તાલુકાના હદયક્ષમા વિસ્તારમાં રોડ ટચની કરોડો રૂપિયાની સરકારની માલીકીની ગોચર જમીન પર ગોશાળા નામે જમીન પર દબાણ કરી જીલ્લા કલેક્ટરનના હુકમનો અનાદર કરી 29 દુકાનો બનાવી વેચી મારી કરોડો રૂપિયાની આવક વિકાસ નામે એકત્ર કરી અન્ય ગોચરના સર્વે નંબરમાં મોટા મોટા 189 જેટલા દબાણો ઉભા કરીને પોતાની કમાણી કરી રહ્યા હોય આ ગે.કા. દબાણોનું સત્ય બહાર આવતા અને ડિમોલેશન ન થાય તે માટે તંત્રને દબાવવા અને અખબારોને સત્ય સમાચારો પ્રસિધ્ધ ન કરે તે માટે અખબારો અને તેના પ્રતિનીધીનો બહિષ્કાર કરવો અને આર.ટી.આઇ.એક્ટીવીસ્ટ રેકર્ડ આધારીત માહીતીથી વંચિત રહે તેવું ઇમોસ્નલી બ્લેકમેઇલ આ ગોચર જમીનના ગે.કા.કબ્જો કરનારા વ્હાઇટ કોલર આગેવાનોએ ગામના દરેક સમાજના નાના મોટા લોકોને એકત્ર કરી મીટીંગો કરી ગામ બંધ રખાવી મકરસંક્રાતી પર્વ નિમીતે સામાન્ય લોકો રોજી કમાવતા લોકોને દુધ, શાકભાજી, લારી મજુરી પણ કરી ન શકે કે જીવન જરૂરીયાત આવશ્યક ચિજવસ્તુથી વંચિત રહે તેવું કૃત્ય કરી અને પોતાએ કરેલી ચોરીને ઢાંકવા  સીના ચોરી કરવા ગામમાં નિકળતા હવે તો આ ગોચરભૂમી પરના દબાણો તંત્રએ જળમૂળ માંથી ઉખેડી કાઢવા મક્કમ મન બનાવી નવા બનેલા કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી જેલમાં મોકલવાની તડામાર તૈયારીઓ રેકર્ડ પર શરૂ કરી દીધી હોવાનું તંત્ર માંથી જાણવા મળેલ છે.

ગીરગઢડા ગામે ગોચર સર્વે નં.32/1 પૈકી 1ની જમીન માંથી 1-25-96 હેક્ટર ચોરસ મીટર જમીન પર દબાણ કરી દબાણ વાળી જમીન નિયમીત કરી આપવા માંગણી રાધાવલ્લભ ગૈસેવા ટ્રસ્ટએ કલેક્ટર પાસે કરેલી જે અનુસંધાને મામલતદાર ગીરગઢડા તથા ના.કલેક્ટરમાં દરખાસ્ત રજુ કરેલ જેમાં દબાણ અંગે જમીન મહેસુલ કાયદાની જોગવાય મુજબ કાર્યવાહી થયેલ નથી. તેમજ ગૈચર સર્વે નં.32/1 પૈકી 1ની જમીન પર ગે.કા. દબાણ કરેલ છે. સરકારના તા.1 એપ્રિલ 2015 ના ઠરાવથી નવી ગૈચરનીતી અમલમાં આવેલ છે. અને ગૈચર જમીન ફાળવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ગામતળની જમીન ગૈશાળા પાંજરાપોળ માટે ફાળવી શકાય નહીં તેવી જોગવાય હોય જેથી રાધાવલ્લભ ગૈસેવા ટ્રસ્ટ ગીરગઢડાને જમીનની માંગણી રદ કરી કલેક્ટરે ગૈચરની જમીનમાં થયેલા દબાણો અંગે કાર્યવાહી કરી દૂર કરવા આદેશ કરેલો અને પંદર દિવસમાં તેનો અહેવાલ મામલતદાર, તાલુકા વિ.અધિકારી અને પ્રાંત અધિકારીએ ઉપલી કચેરીએ મોકલવા હુકમ કરેલ હોવા છતાં ગીરગઢડા રાધાવલ્લભ ગોશાળા ટ્રસ્ટ તથા સોનાપુર સમીતી નામે ગામના કહેવાતા આગેવાનોએ વિકાસના નામે સમગ્ર ગ્રાજનોને સંકલનમાં લઇ ગૈચરની જમીનો પર ગે.કા.29 દુકાનો બનાવી કરોડો રૂપિયામાં વહેચી નાખી હતી. આ ઉપરાંત 189 જેટલા લોકોએ પણ કરોડોની જમીનો પર મોટા કોમર્સીયલ બાંધ કામો કરી દબાણો કરેલ છે. આ બાબતના અખબારી અહેવાલો દરેક અખબારોએ પ્રસિધ્ધ કરેલ હોય અને દબાણો દૂર કરવાની તંત્રએ કાર્યવાહી હાથ ધરે તે પહેલા તંત્ર અને સરકાર પર દબાણ લાવવા ગામને બંધ રખાવ્યુ, અખબારોનો બહિષ્કાર કરી લોકશાહીને કલંક લાગેલ તેવું કૃત્ય આ ગૈચર જમીન પર ગે.કા.દુકાનો ઠોકી બેસાડનાર આગેવાનોએ જાહેરમાં બોર્ડ મુકી લાજવાને બદલે ગાજ્યા હતા.

ઊના પ્રાંત અધિકારી રાવલે મિડીયા કર્મીઓને જણાવેલ કે ગીરગઢડાના આગેવાનો દ્રારા ગામ બંધ રખાવુ, અખબારોનો બહિષ્કાર કરવો તે દુખદ ધટના ગણાવી હતી. અને વધુમાં જણાવેલ કે ગામ બંધ રહે કે અખબારોનો બહિષ્કાર કરવે પણ ગૈચર જમીન પર દબાણ કરી દુકાનો બનાવી વેચાણ કરેલ છે. તેવા જવાબદાર લોકો સામે લેન્ઠગ્રેબિન હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને તેનો પ્રાથમિક રીપોર્ટ પણ મંગાવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap