અમદાવાદ: ગુજરાતના શિક્ષકો માટે 4200ના ગ્રેડ-પેને લઈને સારા સમચાર આવ્યા છે. શિક્ષકો દ્વાર ઘણા સમયથી ચાલી રહેલા ગ્રેડ-પેના વિરોધને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરતા કહ્યું કે, પ્રાથમિક શિક્ષકોને અગાઉની જેમ જ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 25-6-2019નો પરિપત્ર રદ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણયને કારણે 9 વર્ષ પૂર્ણ કરનારા 65 હજાર શિક્ષકોને લાભ મળશે.
પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં 9 વર્ષ બાદ જે 4200 ગ્રેડ-પે મળતો હતો. તે હવે ગુજરાત સરકારે વર્ષ 2019માં કરેલા એક પરિપત્ર મુજબ હવેથી વર્ષ 2010 બાદ જે શિક્ષકો ભરતી થયા હોય તેમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે. જેથી ગુજરાત સરકારે ગ્રેડ પેમાં ઘટાડો કરતા રાજ્યભરનાં 65,000 શિક્ષકોને અસર થઇ હતી.
