ખેડૂતોના સમર્થનમાં વોશિંગટમાં થયું પ્રદર્શન, ગાંધીજીની પ્રતિમાનું કર્યું અપમાન

વોશિંગટમાં 12 ડિસેમ્બરે સિખ-અમેરિકાના યુવકોએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સંમર્થનમાં એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કથિત ખાલિસ્તાન અલગાવવાદિયોએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યું હતું.

ખેડૂતોના સમર્થનમાં આવેલા હજારોની સંખ્યામાં સિખોએે ગ્રેટર વોશિંગટન ડીસીના વિસ્તાર મેરીલેન્ડ વર્જિનિયા,ન્યૂ જર્સી, નોર્ત કેરોલાઈના અને ઓહાયો સહિત અમેરિકાની ઘણા ભાગોમાં કાર રેલી નિકાળી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, શાંતિપૂર્મ પ્રદર્શનમાં અચાનક જ અલગાવવાદી સિંખ ઘૂસી ગયા અને તેમના હાથોમાં ખાલિસ્તાનના સંમર્થનના ઝંડા અને પોસ્ટરો હતા. આ લોકોએ ભારત વિરોધી અને ખાલિસ્તાન સમર્થનમાં સુત્રોઉચ્ચર કર્યા હતા. તેમાંથી કેટલાક યુવાનોએ મહાત્મા ગાંધીની મૂર્તિ પર એક પોસ્ટર ચોંટાડ્યું હતું.

ખાલિસ્તાની સમર્થકોના એક ગ્રુપે પ્રધાનમંત્રી મોદીની તસવીરને ગાંધીજીની પ્રતિમાના ગળા પર પહેરાવ્યું હતું.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,જ્યારે આ ઘટના બની હતી ત્યારે વોશિંગટન ડીસી પોલીસ અને સીક્રેટ સર્વિસ ઘટના સ્થળ પર હાજર હતી.એ સમય પર એક સીક્રેટ સર્વિસ એજન્ટે યુવાનો સાથે વાત કરતા જવા મળ્યા હતા.એજન્ટે કથિત રૂપે કેમને કહ્યું હતું કે, તેઓ કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap