વિનય પરમાસ,રાજકોટ: કોરાનાના કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તા. 10 ડીસેમ્બરથી અલગ અલગ વિભાગોની પરીક્ષાઓ શરૂ થનાર છે પંરતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમા લેતા વાર-તહેવારોની રજાઓ બાદ કોરાનાનુ સંક્રમણ વધતા ચાર મહાનગરોમા રાત્રી કર્ફ્યુ લાદવામા પણ આવ્યુ છે. તેમજ તમામ સામાજીક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પણ નહી યોજવા સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ છે.
રાજકોટની વાત કરવામા આવે તો દરરોજ 100થી વધુ કોરાનાના કેસ અને પાંચથી વધુ લોકોના મૃત્યુ થવાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે યુનિ. દ્રારા પરીક્ષાઓ યોજવાનો નિર્ણય ક્યાંક વિદ્યાર્થીઓ અને પરીક્ષકોના સ્વાસ્થ્ય પર જોખમરૂપ સાબિત થઈ શકે છે.જેથી પીપીઈ કીટ પહેરી અને કુલપતિની આવેદન પાઠવી પરીક્ષા મોકૂફ રાખવા એનએસયુઆઈ દ્વારા રજુઆત કરવામાં આવી હતી
સૌ. યુનિવર્સિટી દ્રારા છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ કોરાનાના કાળ વચ્ચે ખુબ સારી સાવચેતીઓ સાથે લેવામા સફળ પુરવાર થયા હતા પંરતુ ત્યારે 10,000 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષાના ઉમેદવાર હતા. હાલ આ સેમેસ્ટરની પરીક્ષાઓમા 50,000 થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે જે બાબત પણ યુનિ. એ ધ્યાનમા લેવી જોઈએ. ગુજરાત યુનિવર્સિટી અને GTU જેવી યુનિવર્સિટીઓએ પણ તા.10 થી શરૂ થનારી પરીક્ષાઓ મોફુક રાખી છે તો સૌ. યુનિ. શા માટે આવી પરિસ્થિતિમા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ લઈ રહી છે તેવી વિદ્યાર્થીજગતમા સવાલ થઈ રહ્યા છે.
એક તરફ સરકાર સામાન્ય માણસના અંતિમક્રિયાઓ પણ 40થી વધુ લોકોની મંજુરી નથી આપતુ અને સામે સૌ. યુનિ. ના સતાધિશો હજારોની સંખ્યામાં પરીક્ષા યોજવા જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં સ્વાસ્થ્યની બાબતે ચીંતાઓ સતાવી રહી છે. જો યુનિવર્સિટીના સતાધિશોએ તા.10 થી પરીક્ષાઓ લેવા મન મક્કમ બનાવી લીધુ હોય તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતની જવાબદારી લેવી જોઈએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હાલની પરિસ્થિતિની અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ધ્યાનમા રાખી તા. 10 થી શરૂ થતી પરીક્ષાઓ મોફુક રાખવાનો નિર્ણય તત્કાલ કરવામા નહી આવે તો NSUI ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે.તેવી ચીમકી ઉચ્ચારી છે.
