પંચમહાલ: જિલ્લાના શહેરાના તાલુકા મથકે આવેલા તાલુકા પંચાયત ભવન ખાતે વલ્લભપુર ગામમા યુવા અગ્રણીઓ દ્વારા તાલુકા વહીવટી તંત્રને વિવિધ સરકારી યોજનાના નાણાં લાભાર્થીના ખાતામા જલ્દી જમાં કરવામા આવે તેવી લેખિત રજુઆત કરી હતી.
ગ્રામ્ય વિસ્તારમા રહેતા લોકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ હોય છે.જેનો લાભ લાભાર્થીઓ લેતા હોય છે.શહેરા તાલુકાના વલ્લભપુર ગામના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા વિવિધ સરકારી યોજનાઓના નાણા લાભાર્થીઓના ખાતામા જમા ન થયુ હોવાની રજુઆત સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ હતૂ.તાલુકા વિકાસ અધિકારીને ઉદ્દેશીને લખીને આપવામા આવેલા આવેદનપત્રમાં જણાવામાં આવ્યુ હતુ કે.શહેરા તાલુકામાં વિવિધ યોજના જેવી કે શૌચાલય અને પ્રધાનમંત્રી આવાસ નરેગા યોજનાની ગ્રાન્ટો છેલ્લા એક વર્ષથી બાકી છે.
વહેલી તકે લાભાર્થીઓને યોજનાઓનો નાણાંકિય હપ્તો જમા થાય તેવી અમારી શહેરા તાલુકાની પ્રજાવતી અમારી માંગણી છે.વધૂમા આવેદનમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો.અમને ખાનગી રાહે જાણવા મળ્યા મુજબ વચેટિયાઓ એજન્ટો લાભાર્થી પાસેથી બેથી પાંચ હજાર રૂપિયાની માંગણી કરતા હોય છે.જેથી કરીને લાભાર્થીઓ પોતે જ ફોર્મ લઇને આવે તો સ્વીકાર કરવો અને જે કોઈ એજન્ટ કામ ના કરે તેવી અમારી માંગણી છે.
તંત્ર તરફથી અમને સારો પ્રતિસાદ: જે.બી.સોલંકી, રજૂઆતકર્તા
આવાસ યોજના હપ્તા,શૌચાલયના ગ્રાન્ટ જમા ગઈ છે.છતા લાભાર્થીઓના ખાતામા પેમેન્ટ જમા થયૂ નથી. આ રજૂઆતને પગલે અમને તંત્ર દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. ૧૦-૧૫ દિવસમાં લાભાર્થીઓના ખાતામા નાણા જમા થઈ જશે.તેમ અમને કહેવામા આવ્યુ છે.
