પાર્થ મજેઠીયા, ભાવનગર: આગામી તા.7 ડિસેમ્બર થી ભાવનગર યુનિવર્સિટી ખાતે યુજી,પીજીની પરીક્ષા નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની અન્ય યુનિવર્સિટીમાં આ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરી નાખવામાં આવી છે. ત્યારે વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે આ પરીક્ષા હાલ પૂરતી મૌફૂંક રાખવાં આવે તેવી માંગ સાથે પરિક્ષાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ માં પહોંચ્યા હતા.
કોરોના મહામારીને લઈને ગુજરાતમાં લેવાનારી સ્નાતકની ત્રીજા તબક્કાની પરીક્ષાને ગુજરાત યુનિવર્સિટીની,સૌરાષ્ટ્ યુનિવર્સિટી, તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી ઓએ હાલ પૂરતી પરીક્ષા રદ કરી છે જ્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે આગામી તા.૭ ડિસેમ્બર ૨૦૨૦ થી યુનિવર્સિટી માં યુ.જી સેમ -૩ અને સેમ -૫ તથા પી.જી સેમ -૩ ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તેમાં ૨૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે જેના બાબતે આજે પરિક્ષાર્થીઓ આ પરિક્ષા હાલ મોકૂફ રાખવાની માંગ સાથે યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા હતા અને હાલ કોરોના ની મહામારી ફરી વધી રહી છે.
જેમાં યુનિવર્સિટી દ્વારા ગમે તેવી સારી સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા દરમ્યાન કરી હોય તેમ છતાં કોરોના નો ભય છવાયેલો છે. જ્યારે વિદ્યાર્થીઓ કોરોના માં સપડાય તે અંગે ની કોઈ જવાબદારી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ન હોય ત્યારે હાલ આ પરીક્ષા મૌફૂંક રાખવામા આવે અને તેમજ એક માસ બાદ સારી સ્થિતિ જણાય ત્યારે પરીક્ષા યોજે તેવી માંગ વિદ્યાર્થીઓ એ કરી હતી. વિદ્યાર્થીઓના સમૂહ ને લઈ પોલીસ કાફલો પણ ત્યાં દોડી ગયો હતો અને પોલીસે વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું જો કે ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો.
જોકે યુનિવર્સિટી દ્વારા કોરોનાની ગાઈડ લાઈનને ઘ્યાનમાં રાખી તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ પડી છે. જરૂરી કોર્ષ પણ હજુ તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં પૂર્ણ નથી થયો અને કોરોના મહામારીમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ગામડેથી અને અન્ય સ્થળેથી વિદ્યાર્થીઓ આવશે અને કોરોના સંક્રમણ વધશે જેથી આ પરિસ્થિતિમાં પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે અને 30 દિવસ પછી લેવામાં આવે તે માટે રજુઆત પણ કરવામાં આવી હતી.
રાજયમાં અન્ય યુનિવર્સિટીમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે ભાવનગરમાં પરીક્ષા લેવાનો આગ્રહ શા માટે અને જો કોઈને કોરોના થયો તો જવાબદારી કોની તેવો સવાલ ઉઠાવ્યો હતો.
