સિંધને પાકિસ્તાનમાં એક અલગ દેશ બનાવવાની માંગ તીવ્ર બની છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર સાથે સિંધને અલગ દેશ બનાવવાની માંગ કરતા હજારો લોકો ઇમરાન ખાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં હતા. પ્રદર્શન દરમિયાન લોકોએ નરેન્દ્ર મોદી સહિત ઘણા વિદેશી નેતાઓના તસવીરો હાથમાં રાખી હતી. વિરોધીઓએ અપીલ કરી હતી કે, વિશ્વના નેતાઓ સિંધને અલગ દેશ બનાવવામાં તેમની મદદ કરે.
17 જાન્યુઆરી એટલે કે ગઈકાલે જીએમ સૈયદની 117મી જયંતિ હતી. આ પ્રસંગે પ્રાંતના જામસોરો જિલ્લામાં સૈયદના વતન સદનમાં અલગ સિંધુદેશની માંગ માટે વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે જીએમ સૈયદને આધુનિક સિંધી રાષ્ટ્રવાદનો સ્થાપક માનવામાં આવે છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન, વિરોધીઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વિશ્વ નેતાઓના તસવીરો રાખી હતી, જેથી સિંધુ દેશની આઝાદી માટે તેમનું સમર્થન કરે.
આ લોકોનું કહેવુ છે કે, સિંધ સિંધુ ઘાટી સંસ્કૃતિ અને વૈદિક ધર્મનું ઘર છે, જેને બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ગેરકાયદેસર રીતે જોડવામાં આવ્યું હતું અને 1947માં પાકિસ્તાનના ઇસ્લામિક હાથમાં આપવામાં આવ્યો હતો. સિંધમાં ઘણા રાષ્ટ્રવાદી પક્ષો છે, જે સ્વતંત્ર સિંધ રાષ્ટ્રની હિમાયત કરી રહ્યા છે. તે વિવિધ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આ મુદ્દો ઉઠાવતો રહ્યો છે અને પાકિસ્તાનને એવા ઉદ્યોગપતિ તરીકે વર્ણવે છે કે જે સંસાધનોનું સતત શોષણ કરે છે અને તે આ ક્ષેત્રમાં માનવ અધિકારના ભંગમાં સામેલ છે.
આ આંદોલન સાથે સંકળાયેલા નેતાઓનું માનવું છે કે સંસદીય રીતે સ્વતંત્રતા અને અધિકારો મળી શકે તેમ નથી. ઇમરાન સરકાર સિંધ પ્રાંત સાથે મનમાની કરી રહ્યાં છે. એટલું જ નહીં સિંધની જમીન ચીનને બળજબરીથી આપવામાં આવી રહી છે. સમુદ્રના વિસ્તારો ચીનને માછીમારી માટે આપવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે, બલુચિસ્તાનમાં સિંધની સ્વતંત્રતા તરફી સંગઠનોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તેઓ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે,સિંધ અને બલુચિસ્તાન બંને ચીનના શક્તિશાળી સીપીઈસી પ્રોજેક્ટથી પ્રભાવિત થયા છે. બલૂચ રાજી આલોઇ સંગાર ઓર્ગેનાઇઝેશનના પ્રવક્તા બલોચ ખાને કહ્યું કે સીપીઈસી દ્વારા ચીન સિંધ અને બલુચિસ્તાનને કબ્જે કરવા માગે છે. એટલું જ નહીં, ગ્વાદર અને બદિનના દરિયાકાંઠાના સંસાધનોને પણ અંકુશમાં લેવાની માંગ કરી રહી છે.
