ગુલ્લીબાજ શિક્ષકો સામે શિક્ષણાધિકારીની લાલ આંખ, લેવાયો આવો નિર્ણય

સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા ગણા સમયથી કોરોનાને લઈને પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભણવા માટે બોલાવાતા નથી તેમ છતા જે તે શાળાના શિક્ષકોને ફરજ મુક્તિ અપાઈ ન હોવાને કારણે તમામ શિક્ષકોને નિયમિત શાળામાં આવવું પડે છે અને સરકારની સુચના મુજબ ઓનલાઈન શિક્ષણ આપીને બાળકો પાસેથી કામ લેવાનું હોય છે. પરંતુ કેટલાક શિક્ષકો અનિયમિતતા દાખવતા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના ધ્યાને આવતા તાજેતરમાં હિંમતનગર તાલુકાના સરોલી પ્રાથમિક શાળાના એક શિક્ષકના બેઈજાફા અટકાવવાના આદેશ કરતા શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરીના જણાવાયા મુજબ રાજ્ય સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને નાના બાળકો સંક્રમણનો ભોગ ન બને તે માટે પ્રાથમિક શાળાઓ બંધ રાખી છે. દરમિયાન શિક્ષકો માટે સરકારે કોઈ છુટછાટ ન આપતા તમામ શિક્ષકોને નિયમિત ફરજ પર હાજર રહેવું પડે છે અને ઉચ્ચકક્ષાએથી મળેલી સુચના મુજબ ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખવાની જવાબદારી નિષ્ઠા પુર્વક અદા કરવાની હોય છે. તેમ છતા કેટલાક શિક્ષકો અધિકારીઓને સુચનાને અવગણીને પોતાનું ધાર્યું કરતા હોવાની વિગતો જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી.

ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના જવાબદાર અધિકારીઓએ તાજેતરમાં હિંમતનગર તાલુકાની સરોલી ખાતે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં એક શિક્ષકની અનિયમિતતા તથા ફરજ પ્રત્યેની બેદરકારી ધ્યાને આવી હતી. ત્યારબાદ તપાસ કર્તાઓએ સઘળો અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સુપ્રત કર્યા બાદ સરોલી પ્રાથમિક શાળાના એક શિક્ષકના બે ઈજાફા અટકાવવાના આદેશ જારી કરાયા છે.

આ ઉપરાંત પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા તથા તાજપુર પ્રાથમિક શાળામાં પણ તપાસ કરાઈ હતી. જ્યાં અંદાજે બે શિક્ષકોની અનિયમિતતા ધ્યાને આવી છે. પરંતુ હાલના તબક્કે તેમની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ નથી. પરંતુ તે અંગે ચાલી રહેલા અભ્યાસ બાદ ઘટતી કાર્યવાહી કરાય તેવી શક્યતા નકારી શકાતી નથી જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રાથમિક શિક્ષકોને એવો પણ સંદેશ આપી દીધો છે કે ફરજ પ્રત્યે નિષ્ઠા નહી દાખવનાર શિક્ષકોએ શાનમાં સમજી જવુ પડશે નહી તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap