કેજરીવાલને કરવામાં આવ્યા નજરકેદ? AAPના દાવાને નકારી કાઢી બતાવ્યા ‘પૂરાવા’

ખેડુતો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના દિવસે, આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજરકેદ રાખવામાં આવ્યા છે. આપનો આરોપ છે કે આ બધુ ગૃહ મંત્રાલયના કહેવાથી કરવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે દિલ્હી પોલીસે ભાજપના સહયોગથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે. સિંધુ સરહદ પરથી પરત ફર્યા બાદ નજરકેદ જેવી સ્થિતિ બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તમામ બેઠક રદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, ગૃહ મંત્રાલયના આદેશથી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરના મુખ્ય દરવાજાની બહાર ધરણા પર મહાનગર પાલિકાના ત્રણ મેયરને મૂક્યા હતા અને આ માટે બહાનું બનાવીને પોલીસે બહાર બેરીકેડ કર્યું છે. જેના કારણે કોઈ પણ કેજરીવાલને મળવા નથી આવી શકતું અને ન તો તે ક્યાંય બહાર જઇ શકે છે. ભારત બંધને કારણે દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયની સૂચના પર આ કામ કર્યું.

પોલીસે ખુલાસો આપ્યો, મુખ્યમંત્રી નજરકેદ નથી
ઉત્તર દિલ્હીના ડીસીપી એન્ટો આલ્ફોન્સએ આપના આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું છે કે મુખ્યમંત્રીના ઘરની બહાર પોલીસ અને બેરીકેડિંગ સામાન્ય સુરક્ષા વ્યવસ્થા હેઠળ કરવામાં આવ્યા છે જેથી આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો વચ્ચે કોઈ ટકરાવ ન થાય. મુખ્યમંત્રીને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા નથી.

દિલ્હી પોલીસના વિશેષ સી.પી. સતિષ ગોલચા કહે છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈ પણ સ્વરૂપમાં અટકાયતમાં લેવામાં આવ્યા નથી. આમ આદમી પાર્ટી અને કેજરીવાલના તમામ આક્ષેપો ખોટા છે. લોકો ખેડૂતોના ભારત બંધને શાંતિપૂર્ણ રીતે સમર્થન આપી રહ્યા છે, પોલીસથી તેઓ પરેશાન નથી. જો કોઈ કાયદો અને વ્યવસ્થા ખોરવાયો તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના આક્ષેપો પર, ઉત્તર દિલ્હીના ડીસીપી એન્ટો એલ્ફોન્સએ કહ્યું કે મુખ્યમંત્રીના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા ત્યાં નિયમિત રહે છે. અમે મુખ્યમંત્રીના ઘરના સંપર્કમાં છીએ. જે પણ તેઓ કહેશે તે ઘરની અંદર આવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap