બોલિવૂડના નિર્માતા અને નિર્દેશક કરણ જોહરની ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં રહી છે. ભારતીય વાયુસેનાએ આ ફિલ્મ અંગે પહેલા જ વાંધો ઉઠાવ્યો હતો. હવે ભારતીય સિંગર રાઇટ્સ એસોસિએશન (ઇસરા)એ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન સામે કેસ દાખલ કર્યો છે.
આમાં ઇરાએ ફરિયાદ કરી છે કે, ગુંજન સક્સેના કારગિલ ગર્લમાં પરફોર્મન્સનો કોમર્શિયલી ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેને રોયલ્ટી મળી રહેવી જોઇએ.બાર એન્ડ બેંચના રિપોર્ટ મુજબ, કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ સામે ઇસરા દ્વારા દિલ્હી હાઈકોર્ટે અરજી કરી છે સમન્સ બહાર પાડ્યા બાદ સિંગર એસોસિએશન કહે છે, “રામ લખન ફિલ્મનું ગીત શું છે, ફિલ્મ વિલનનું ગીત ચોલી કે પીછે ક્યા હે અને ફિલ્મ કુછ કુછ હોતા હૈ ગીત સાજન જી ઘર આયે ગીતનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે.”
આ અંગે બચાવ પક્ષે કહ્યું છે કે, ‘આ પરફોર્મન્સ લાઈવ નહોતું, જેના કારણે તેમાં રોયલ્ટીનો કોઈ કેસ નથી.’ એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે ગીતનું લાઇસન્સ મ્યુઝિક કંપની પાસેથી લેવામાં આવ્યું હતું.આની આગામી સુનાવણી 21 માર્ચે રાખવામાં આવી છે. ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂરે ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લની મહત્વની ભૂમિકા નિભાવી હતી.જેમાં પંકજ ત્રિપાઠી અને અંગદ બેદી પણ હતા.ફિલ્મ ભારતના પ્રથમ એરફોર્સ પાઇલટની કહાની પર આધારિત છે.
ફિલ્મ નિર્દેશક કરણ જોહર ઘણાં કારણોથી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમને એનસીબી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને તેમના ઘરે થયેલી પાર્ટી વિશે પણ પૂછવામાં આવ્યું હતું. જેમાં તેઓ ઘણા કલાકારો સાથે જોવા મળ્યા હતા.આ પાર્ટી વિશે એવું કહેવાતું હતું કે, આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ અંગે કરણ જોહરે પણ સ્પષ્ટતા આપી હતી.
