દિલ્હીમાં કેવી છે કોરોના બાદની સ્થિત, દેશભરમાં પ્રખ્યાત આ બે બજારો થઇ બંધ

દિલ્હીમાં કોરોના વાયરસના આંકડા સતત વધી રહ્યા છે. આ કેસો વધતાં સરકાર પણ સખ્ત બની છે. દિલ્હી સરકારે કોવિડ નિયમોના ભંગ બદલ બે બજારો બંધ કર્યા છે. આપ સરકારે 30 નવેમ્બર સુધી દિલ્હીના પંજાબી બસ્તી અને જનતા માર્કેટના બજારો બંધ રાખ્યા છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જ્યાં નિયમોનું પાલન ન કરવામાં આવે ત્યાં પ્રતિબંધ લાદવામાં આવશે.

પશ્ચિમ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ શોધી કાઢ્યું છે કે, આ બજારોમાં ન તો લોકો માસ્ક પહેરે છે અને ન તો સામાજિક અંતરનું પાલન કરવામાં આવે છે, જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ ડીડીએમએ વેસ્ટના એડીએમ ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, નંગલોઇના પંજાબી બસ્તી અને જનતા માર્કેટમાં દિલ્હી સરકારની સૂચનાનું પાલન કરવામાં આવી રહ્યું નથી, તેથી 30 નવેમ્બર સુધીમાં આ બંને બજારો બંધ કરવામાં આવી રહ્યા છે.

કેજરીવાલ સરકારે પ્રતિબંધ માટે કેન્દ્રને દરખાસ્ત મોકલી હતી

17 નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં સીએમ કેજરીવાલે 50 લોકોને લગ્નમાં મંજૂરી આપવાની અને કેટલાક બજારોમાં પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો સરકારને જાણવા મળ્યું કે માર્કેટમાં લોકો માસ્ક વિના ફરે છે અને સામાજિક અંતરનું પાલન કરવામાં આવતું નથી,તો તે વિસ્તાર કોવિડ હોટસ્પોટ બની શકે છે અને બજાર સાવચેતી રૂપે થોડા દિવસો માટે બંધ થઈ શકે છે.

દિલ્હીમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરતા નથી તેવા લોકો માટે દંડ પણ વધારવામાં આવ્યો છે. અગાઉ માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો, જે હવે વધારીને 2 હજાર કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં કેસ સતત વધી રહ્યા છે

નવેમ્બર મહિનાની શરૂઆતથી, દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી, દિલ્હીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 100ને પાર પહોંચી છે.

22 નવેમ્બરના રોજ, દિલ્હીમાં કોવિડના 6,746 નવા કેસ નોંધાયા હતા. રવિવારે કોરોનાને કારણે 121 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

દિલ્હીમાં કોરોનાના કુલ કન્ફર્મ થયેલા કેસ 5.29 લાખ પર પહોંચી ગયા છે. તેમાંથી 4.81 લાખ લોકોને રજા આપી દેવામાં આવ્યા છે અથવા રિકવર થઈ ગયા છે. સક્રિય કેસની સંખ્યા 40 હજારથી વધુ છે. કોવિડને કારણે અત્યાર સુધીમાં 8,391 લોકોનાં મોત નીપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap