દિલ્હીમાં 26 જાન્યુઆરીએ થયેલી હિંસાનો આરોપી દીપ સિદ્ધુ ઝડપાયો,પોલીસે જાહેર કર્યું હતું ઈનામ

દેશની રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા સંદર્ભે અભિનેતા દીપ સિદ્ધુની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આ મામલે માહિતી આપી છે.

સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, દિલ્હી પોલીસે હિંસામાં કથિત ભૂમિકા બદલ દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ, ગુરજોત સિંહ અને ગુરજંત સિંહ વિશેની માહિતી આપવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી, દિલ્હી પોલીસની ટીમો પંજાબી ફિલ્મ્સના અભિનેતા દીપ સિદ્ધુને પકડવા વિવિધ સ્થળોએ તપાસ કરી રહી હતી.

31 જાન્યુઆરીએ ફેસબુક પર અપલોડ કરાયેલા 15 મિનિટના વીડિયોમાં સિદ્ધુએ કહ્યું હતું કે “મારી આખી જિંદગીને પાછળ છોડીને, હું તેમની સામે પંજાબીઓના વિરોધને ટેકો આપવા આવ્યો છું.” કોઈએ કાંઈ જોયું નહીં, પરંતુ મને દેશદ્રોહી બનાવવામાં આવ્યો.”

જણાવી દઇએ કે કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી નીકાળી હતી. આ દરમિયાન ઘણા વિરોધીઓ નિશ્ચિત રૂટ તોડી લાલ કિલ્લા પર પહોંચ્યા હતાં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાલ કિલ્લા પર વિરોધીઓ ધાર્મિક અને સંગઠનોના ધ્વજ લગાવ્યો હતો, ત્યારે તે સમયે દીપ સિદ્ધુ હાજર હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસને લગતા સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે દીપ સિદ્ધુ કેલિફોર્નિયામાં રહેતી તેની મહિલા મિત્ર અને અભિનેતા સાથે સંપર્કમાં હતો, તેણે વીડિયો બનાવીને મોકલ્યો હતો, જેને તેણે સિદ્ધુના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap