દાહોદ: ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક, જાણો કેમ

દાહોદ: જિલ્લાના ઝાલોદ ખાતે શનિવારના રોજ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઝાલોદના ભાજપના કાઉન્સિલર સ્વ હિરેન પટેલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ એટીએસ, ક્રાઇમબ્રાન્ચ એસપી,આઈજી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની રિવ્યુ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમા કાઉન્સીલર હિરેન પટેલની હત્યા બાદ તેમના કેસની તપાસ સહિતની ચર્ચા કરવામાં આવી હતી.

દાહોદ ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શનિવારના રોજ ઝાલોદના ભાજપના કાઉન્સીલર હિરેન પટેલના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાત્વના પાઠવી હતી.ભાજપના કાઉન્સીલર હિરેન પટેલનૂ ત્રણ મહિના પહેલા એક માર્ગ અકસ્માતમા મોત થયુ હતુ.પરંતુ પરિવારજનો આ અકસ્માત ન લાગતા હત્યા થઈ હોવાની શંકા વ્યકત કરી હતી,પોલીસની ટીમે ટેકનિકલ એનાલીસીસ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ માર્ગ અકસ્માતને હત્યામા ખપાવી દેવાનુ કાવતરુ રચ્યુ હોવાનુ બહાર આવ્યુ હતૂ.આ મામલે એટીએસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમા છે.આ તપાસમા અજય કલાલની સંડોવણી બહાર આવી હતી.હાલ આ કેસની તપાસ પણ ચાલુ છે.પણ અન્ય સામેલ અન્ય આરોપીઓ પકડવાના બાકી છે.

દાહોદ: ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક, જાણો કેમ
ઝાલોદના કોર્પોરેટર -સ્વ હિરેન પટેલનો ફાઈલ ફોટો

હાલમા સ્વ હિરેન પટેલના પત્નિનુ પણ થોડા દિવસ પહેલા આઘાતમાં જ અવસાન થયુ હતુ,ઝાલોદ ખાતે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ તેમના પુત્ર તેમજ પરિવારના સભ્યોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી કેસમા સારી રીતે તપાસ ચાલી રહી હોવાનુ જણાવ્યુ હતુ.

પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ,એટીએસ ,અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ધામા

ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ દાહોદ જિલ્લાની મુલાકાત દરમિયાન ઝાલોદ ખાતે સ્વ. હિરેન પટેલ હત્યા કેસ સંદર્ભે તપાસ કરી રહેલા JCP ક્રાઇમ અમીત વિશ્વકર્મા , ATS DIG હિમાંશુ શુક્લ અને જિલ્લાના IG અને SP ની હાજરીમાં કેસની વિગતો મેળવી હતી.તેમજ આ હત્યામા સામેલ આરોપીઓ જલદી પકડાઈ જાય તેના માટે સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap