રાજકીય રેલીને છુટ્ટો દોર અને ગરીબોને ડંડા ? રાજકોટ મનપાના ડે.કમિશનર હોકી લઈને નિયમોનું પાલન કરાવવા નીકળી પડ્યાં

વિનય પરમાર,રાજકોટ: શહેરમાં કાયદાના બે સ્વરૂપ આજે જોવા મળ્યા હતા. વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીમાં ગરીબો અને અમીરો માટે કાયદાના અલગ અલગ ‘કાટલા’હોવાની વાતો તો બહુ સાંભળી હશે, પણ રાજકોટમાં આજે આ અલગ અલગ કાટલાની વાસ્તવિકતા સામે આવી હતી.

રાજકીય રેલીને છુટ્ટો દોર અને ગરીબોને ડંડા ? રાજકોટ મનપાના ડે.કમિશનર હોકી લઈને નિયમોનું પાલન કરાવવા નીકળી પડ્યાં

કોર્પોરેશનની આગામી ચૂંટણીઓ પૂર્વે મતદારો ઉપર પ્રભાવ પાડવા સતાધારીપક્ષી ભાજપના યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે બાઈકરેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના લીરે લીરા ઉડ્યા હતા. પરંતુ કાયદાના રખેવાળો લાંબો ઘૂંઘટો તાણીને બેસી ગયા હતા. પ્રથમ ત્રણ તસવીરમાં નીતિ-નિયમોના લીરા ઉડાડતી યુવા ભાજપની બિન્દાસ્ત બાઈક રેલી જોઈ શકાય છે, જ્યારે નીચેની ત્રણ તસવીરમાં ફુટપાથ ઉપર ધંધો કરી પેટીયુ રળવા માટે સંઘર્ષ કરતા ગરીબો સામે કાયદાના ‘ડંડા’નો રોફ જો શકાય છે.

રાજકીય રેલીને છુટ્ટો દોર અને ગરીબોને ડંડા ? રાજકોટ મનપાના ડે.કમિશનર હોકી લઈને નિયમોનું પાલન કરાવવા નીકળી પડ્યાં

મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.કે.સિંહ હાથમાં હોકી લને ગરીબો-વેપારીઓને કાયદાના પાલન માટે રિતસર ધમકાવી રહ્યા છે. બાપડા ગરીબ લોકો પણ આજીવિકા છીનવા જવાના ભયથી ડઘાઈ ગયા છે. ડેપ્યુટી કમિશનર એ.કે.સિંહને કદાચ યુવા ભાજપની રેલી દેખાઈ નહીં હોય અથવા તો સતાધારી પક્ષની રેલી સામે કાયદાનો ‘ડંડો’ ઉગામવાની હિંમત દાખવી શકયા નહીં હોય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap