‘ભારત માતાની જય’ કોબ્રા કમાન્ડરનો મૃતદેહ વતન પહોંચ્યો, વિશાળ રેલીના જુઓ દ્રશ્યો

કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં કોબ્રા કમાન્ડો અજિતસિંહ પરમારના મોત બાદ તેમનો મૃતદેહ વતન કોડીનાર પહોંચ્યો છે. અહીં 10 કિમી દૂર પેઢવાડા ગામેથી વિશાળ રેલી યોજી ફોજીને સન્માન આપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ભારત માતાની જયના નારા સાથે કમાન્ડોના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કોબ્રા કમાન્ડો મોત બાદ તેમના પાર્થિવદેહ સૌપ્રથમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં અમદાવાદ કર્ણી સેનાએ મૃતક કમાન્ડોને સન્માન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કોબ્રા કમાન્ડરના પાર્થિવ દેહ સાથે સવારે 7 કલાકે કોડીનાર પહોંચ્યો હતો અહીંથી
વિશાળ રેલી સ્વરૂપે કમાન્ડરની બોડીને ઘરે લાવવામાં આવશે. આ રેલીમાં સોરાષ્ટ્ર અને કચ્છના ex આર્મીમેનો પણ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં કોબ્રા કમાન્ડો અજિતસિંહ પરમારનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં વિવાદ ઉભો થયો હતો. અજિતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા. 13 નવેમ્બરે અજિતસિંહ ટ્રેનમાં બેઠા પછી ટ્રેનમાં ગુમ થયા હતા. તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવતાં 14 નવેમ્બરના રોજ પરિવારજનોએ તેમના ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ દ્વારા કરી હતી. મૃતદેહ મળ્યાના 10 કલાકમાં જ મધ્યપ્રદેશની પોલીસે તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અજિતસિંહ દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી પોતાના વતન આવી રહ્યા હતા. પરિવારજનોએ 14 નવેમ્બરના રોજ ફરિયાદ કર્યા પછી 15 નવેમ્બરના રોજ સવારે રતલામ ડિવિઝન નજીક રેલવે-ટ્રેક પરથી તેંનો મૃતદેહ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap