સીઆર પાટીલે કરી મોટી જાહેરાત, BJPએ પ્રથમ રાજકોટના ઉમેદવારો જાહેર કરી યાદી, જુઓ લીસ્ટ

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 576 બેઠકો માટે શિસ્તબદ્ધ રીતે ઉમેદવારી અંગે ચર્ચા કરવામાં આવી છે. આજ સાંજ સુધીમાં તબક્કાવાર મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે અને આવતીકાલે 12.39 કલાકે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે.

રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે.

સીઆર પાટીલે કરી મોટી જાહેરાત, BJPએ પ્રથમ રાજકોટના ઉમેદવારો જાહેર કરી યાદી, જુઓ લીસ્ટ
સીઆર પાટીલે કરી મોટી જાહેરાત, BJPએ પ્રથમ રાજકોટના ઉમેદવારો જાહેર કરી યાદી, જુઓ લીસ્ટ
સીઆર પાટીલે કરી મોટી જાહેરાત, BJPએ પ્રથમ રાજકોટના ઉમેદવારો જાહેર કરી યાદી, જુઓ લીસ્ટ

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 50 ટકા મહિલા અને 50 ટકા પુરુષ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. સંગઠનમાં જવાબદાર આગેવાનોને રાજીનામું આપ્યા બાદ ટીકીટ આપવામાં આવશે અને સંગઠનમાં એ જગ્યા તાત્કાલિક ભરવામાં આવશે. ભાજપની યાદીમાં 60 વર્ષથી નીચેની ઉંમરના ઉમેદવારો હશે. ભાજપની યાદીમાં મોટા ભાગના યુવા ઉમેદવારો હશે. એક પણ માજી મેયરને ટિકિટ આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનિય છે કે,આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે, જેમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap