શહેરા તાલુકાના ભોટવા ગામે ટોળાએ મકાનોમાં આગ ચાંપી,જાણો શું હતુ કારણ

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામે બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કરીને મહેસાણા ખાતે રહેતા યુવક યૂવતી પૈકી યુવતીનુ મહેસાણા ખાતે બીમારી દરમિયાન મોત થતા યુવતીના પરિવારજનોએ હોબાળો મચાવીને હાથમા સળગતા કાકડાઓ તેમજ લાકડીઓ લઈને યુવકના પરિવારના ઘરો તેમજ વાહનો સળગાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે.મકાનોમાં લાગેલી આગ ઓલવવા માટે શહેરા પાલીકાની ફાયરફાયટરનો બંબો પહોચ્યો હતો.વધુમા શહેરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો.આ મામલે શહેરા પોલીસ મથકે ૧૩ જેટલા વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોધાઈ છે.

શહેરા તાલુકાના ભોટવા ગામે ટોળાએ મકાનોમાં આગ ચાંપી,જાણો શું હતુ કારણ

શું હતો સમગ્ર મામલો

શહેરા તાલુકાના ભોટવા ગામે રહેતા વિક્રમભાઈ પટેલે આપેલી ફરિયાદમા જણાવ્યા અનુસાર તેમના કૌટુબિક કાકાનો દીકરો સંજયભાઈ ગામમાના જ ફળિયામા રહેતી સાહેબસિંહ બારીયાની છોકરી સુનિતાની સાથે ભાગીને બે વર્ષ પહેલા લગ્ન કરેલા હતા.આ મામલે સૂનિતાના પરિવારજનોએ સંજયના પરિવારજનો સામે પોલીસમા પણ ફરિયાદ નોધાવી હતી.જેના પગલે બંને પરિવાર વચ્ચે બોલચાલનો વ્યવહાર બંધ હતો.સંજય અને સુનિતા મહેસાણા ખાતે રહેતા હતા.જેમા સુનિતા બિમાર હોવાથી તેને દવાખાને સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતૂ.જેની જાણ સુનિતાના પરિવારજનોને થઈ હતી.જેના પગલે મરણજનાર સુનિતાના પરિવારજનોએ હાથમા લાકડી,તુવેરના કરઠીયા,લઈ બુમો સંજયના પરિવારજનોના ઘર તરફ આવીને એક પણ વસ્તુ બચવી જોઈએ નહી.તે રીતે બધુ સળગાવી દો.તેમ બુમો પાડતા પાડતા ઘરને ચારે તરફથી આગ લગાવી દીધી હતી.હુમલાની બીકના પગલે સંજયના પરિવારજનો ખેતરમા સંતાઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

શહેરા તાલુકાના ભોટવા ગામે ટોળાએ મકાનોમાં આગ ચાંપી,જાણો શું હતુ કારણ

પોલીસ અને ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચી

ભોટવા ગામે ઘરો સળગાવી દેવાની ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી હતી.સાથે શહેરા ફાયર ફાયટરની ટીમ પણ ઘટના સ્થળે પહોચી ઘરોમા લાગેલી આગ ઓલવાની કામગીરી કરવામા આવી હતી.હુમલો કરનારાઓએ ઘરની બહાર ઉભેલી એક રિક્ષાને પણ સળગાવી દીધી હતી.ઘરને સળગાવી દઈને મોટુ નૂકશાન પહોચાડ્યુ હતુ.ઘરોમા લાગેલી આગને કાબુમા લેતા ફાયરફાયટરનુ પાણી પણ ખલાસ થઈ ગયુ હતુ.છેવટે નજીકના કુવામાથી પાણી ભરીને ઘરોમા લાગેલી આગને ઓલવામા આવી હતી.પોલીસે આ મામલે ૧૩ જેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap