દેશમાં આજે આ શહેરોમાં કોવિશિલ્ડ COVID વેક્સિનની પ્રથમ ખેપ પહોંચ છે

દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થયા પહેલા પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)તરફથી Covishield વેક્સિનની પ્રથમ કન્સાઇન્મેન્ટ બહાર પાડવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર ભારે સુરક્ષા વચ્ચે આ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનની પહેલી ખેપ લઈને 3 ટ્રકો પુણે એરપોર્ટ તરફ રવાના થયા હતાં, જે આજે દેશના 13 જુદા જુદા સ્થળોએ પહોંચશે.

પૂના ઈન્ટરનેશનલ એરપોર્ટથી Covishield વેક્સિન એર ટ્રાન્સપોર્ટેશન સંચાલન કરી રહેલા SB લોજિસ્ટિક્સના સંદિપ ભોંસલેએ જણાવ્યું હતું કે પ્રથમ ફ્લાઇટ પુણે એરપોર્ટથી દિલ્હી જશે.

તેમણે જણાવ્યું હતું કે, કુલ 8 ફ્લાઇટ્સ – બે કાર્ગો ફ્લાઇટ્સ અને બાકીની નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ વેક્સિન લઈ જશે.

જે વેક્સિન મંગળવારે પહોંચશે તે સ્થળોમાં કર્નાલ, અમદાવાદ, ચંદીગ, લખનઉ, ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, કોલકાતા અને ગુવાહાટીનો સમાવેશ થાય છે.

સરકારે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટને કોવિશિલ્ડ રસીના 1.1 કરોડ ડોઝ આપવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દરેક ડોઝની કિંમત 210 રૂપિયા છે. જેમાં 200 અને 10 રૂપિયાના જીએસટીનો સમાવેશ થાય છે.

16 જાન્યુઆરીથી શરૂ થનારી COVID-19 રસીકરણ અભિયાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાન ગણાવ્યું છે. આ અભિયાનની શરૂઆતમાં દેશના ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap