દેશમાં વેક્સિનને લઈને આજે ખુબ જ મહત્વનો દિવસ,જાણો તેની સાથે જોડાયેલી મહત્વની વાતો

દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શનિવારે, 2 જાન્યુઆરીથી વેક્સિનેશન માટે ડ્રાઈ રન એટલે કે રિહર્સલ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં જ આ પ્રકારનું રિહર્સલ(ડ્રાઈ રન) આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ અને આસામમાં કરવામાં આવી છે. વેક્સિનેશન માટેની વ્યવસ્થાઓની ચકાસણી કરવાનો અને વાસ્તવિક વેક્સિનેશન અભિયાન શરૂ થાય તે પહેલાં કોઈપણ ખામીને દૂર કરવાનો હેતુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, શનિવારે 116 જિલ્લામાં 259 સ્થળો પર કોરોના વેક્સિન માટે ડ્રાઈ રન કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં 2 જાન્યુઆરી રસીકરણ રિહર્સલ માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક મળી હતી.

ડો. હર્ષવર્ધનએ સંબંધિત અધિકારીઓને ખાતરી આપી કે, વેક્સિનેશન સ્થળ અને પ્રભારી, આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી) અને રસીકરણ સંબંધિત તમામ પગલાંનું પાલન કરે. ડ્રાઈ રનમાં મદદ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એસઓપી વહેંચવામાં આવી છે.

ચૂંટણીની જેમ મોટા સામૂહિક ભાગીદારી સાથે આવી ઘટનાના મહત્વ પર ભાર મૂકતા સ્વસ્થ્યમંત્રીએ કહ્યું કે, આપણે તેને વાસ્તવિક અભિયાન તરીકે અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. યોગ્ય સંકલન પરસ્પર સમજણ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે જેથી આગામી વેક્સિનેશન અભિયાન કોઈપણ મુશ્કેલી વિના આગળ વધી શકે.

તેમણે દિલ્હીના 1994 ના પલ્સ પોલિયો અભિયાન ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે રસીકરણની કવાયત લોકોની ભાગીદારી પર આધારિત છે અને હિસ્સેદારો, બિન-સરકારી સંસ્થાઓ, નાગરિક સંગઠનો અને અન્ય સંબંધિત લોકોને એકત્રીત કરવાની જરૂર છે. આ સાથે, તેમણે રસીકરણ સ્થળો, કોલ્ડ ચેન સાઇટ્સ અને રસીઓના પરિવહન દરમિયાન પૂરતા રક્ષણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap