યુકે(બ્રિટને) તાજેતરમાં કોરોના રસીનું ટીકાકરણ શરૂ કર્યું છે. કંપનીએ કહ્યું હતું કે તે એકદમ સલામત છે, પરંતુ હવે શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ પ્રકાશમાં આવી છે. ખરેખર, રસી લીધા પછી બે લોકોએ એલર્જીની ફરિયાદ કરી છે, જેને લઇ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. યુકેના ડ્રગ રેગ્યુલેરે આ અંગે એક ચેતવણી જાહેર કરી છે અને લોકોને દવાઓ, ખોરાક અથવા રસી પ્રત્યે એલર્જી વાળા લોકોને આ ફાઈઝર / બાયોન્ટેક રસી ન લેવાનું કહ્યું છે. તમને જણાવી દઈએ કે કેટલાક લોકોને આ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) ના બે કર્મચારીઓએ રસી આપ્યા પછી તરત જ ‘એનાફિલેકટોઇડ રિએક્શન ‘ ની ફરિયાદ કરી. ત્યારબાદ આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો કે, હવે આ એલર્જીથી તે બંને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
એનએચએસ ઇંગ્લેન્ડે કહ્યું કે તેણે રસીકરણ કાર્યક્રમમાં આ વિશે જાણ કરી દીધી છે અને રસી અપાયેલા તમામ દર્દીઓને પૂછવામાં આવશે કે શું તેઓએ આ પહેલા કોઈ એલર્જીક ફરિયાદ કરી છે?
ઇંગ્લેન્ડના એનએચએસના ડિરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિશે જણાવ્યું હતું કે, “કોઈ પણ નવી રસી માટે સામાન્ય હોવાથી, એમએચઆરએ એ સાવચેતી તરીકે સૂચવ્યું છે કે પહેલા એલર્જીક પ્રતિક્રિયાથી પીડિત લોકો આ રસી ન લેવી જોઇએ.” ‘એનાફિલેક્સિસ રિએક્શન’ ને લીધે ત્વચા પર ફોલ્લીઓ, ઉબકા, ઉલટી થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ બહાર આવી શકે છે.
તાજેતરમાં, બ્રિટન સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સૂચન આપ્યું છે કે, જે લોકો રસી લે છે તેઓએ પણ સાવધ રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે રસી હોવા છતાં શિયાળામાં પણ માસ્ક લગાવવો પડશે.
