કોરોનાની વેક્સિન ક્યારે આપવાનું શરૂ થશે? આખરે સરકારે આ સવાલનો જવાબ આપ્યો છે. સરકારે કહ્યું છે કે વેક્સિનેસનનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. સાથે ફરી એકવાર એવું કહેવામાં આવ્યું છે કે પહેલા વેક્સિનનો ડોઝ કોને આપવામાં આવશે. અગાઉ જણાવવામાં આવ્યું હતું કે વેક્સિનની મંજૂરી મળ્યાના 10 દિવસની અંદર વેક્સિનેશન શરૂ થશે, પરંતુ હવે 16 જાન્યુઆરીની તારીખ નક્કી થઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વેક્સિનેશન 14 જાન્યુઆરીથી નહીં, પરંતુ 16 જાન્યુઆરીથી શરૂ થશે. સૌ પ્રથમ, હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. જે આશરે 3 કરોડ છે. ત્યાર બાદ 50 વર્ષથી ઉપરના લોકો અને ઓછામાં ઓછી ઉમર 50 વર્ષની હોય અને કોઈ બીમારીથી પીડિત છે તેમને વેક્સિન આપવામાં આવશે. આવા લોકોની કુલ સંખ્યા આશરે 27 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીએ કોરોના રસીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જે બાદ વેક્સિનેશનની શરૂ કરવાની તારીખનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.
