અમેરિકા, કેનેડા સહિતના ઘણા દેશોમાં કોરોના વાયરસ સામે વેક્સિનેશનની પ્રક્રિય શરૂ થઈ ચૂકી છે. ભારતમાં પણ જલ્દી વેક્સિનેશનની પ્રક્રિય શરૂ કરવામાં આવશે. સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે, ભારતમાં જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે, સરકાર પાછલા 4 મહીનાઓથી રાજ્ય સરકાર સાથે મળીને,રાજ્ય,જિલ્લાઓ અને બ્લોક સ્તર પર પોતાની તૈયારીઓ પક કામ કરી રહી છે.
ન્યૂઝ એજન્સી એએમઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, “હુ વ્યક્તિગત રૂપથી એવુ વિચારૂ છું કે, જાન્યઆરી મહિનામાં કોઈ પણ સ્ટેજ પર કોઈ પણ સપ્તાહમાં એવો સમય આવી શકે છે,જ્યારે અમે ભારતના લોકોને વેક્સિનનો પ્રથમ શોટ આપવાની સ્થિતિમાં પહોંચી છું.”
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, વેક્સિન મામલે હુ સરકારની પ્રાથમિતા હંમેશાથી સેફ્ટી અને એફિશિયન્સી રહી છે. ડો.હર્ષવર્ધને કહ્યું કે, ભારત તેના માટે કોઈ પણ કરાર કરશે નહી.
ભારતમાં પણ કેટલીક કંપનીઓએ ઈમરજન્સી યુઝની પરમિશન આપવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને આવેદન આપ્યું છે. ફાઈઝર/બાયોએનટેકે સૌથી પહેલા DCGIને મજુંરી મેળવવા માટે આવેદન આપ્યું હતું, જે બાદ SII-ઓક્સફોર્ટ (કોવિશીલ્ડ) અને ભારત બાયોટેક (કોવેક્સિન) દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટ અનુમતી માંગી હતી. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં ડ્રાગ રેગુલેટર્સ ગંભીરતથી ડેટાની સ્ટડી કરી રહ્યું છે.
