યુકેથી ભારત આવેલા 20 લોકોમાં કોરોના વાયરસના નવો સ્ટ્રેન સામે આવ્યો છે. ન્યૂઝ એજેન્સી ANI અનુસાર ભારતમાં હવે 20 નવા સ્ટ્રેનના દર્દીઓ છે.
અગાઉ મંગળવારે સરકારે જણાવ્યું હતું કે, બેંગલુરૂ,હૈદરાબાદ અને પુણેમાં યુકેથી આવેલા 6 મુસાફરોમાં કોરોના કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. સરકારે કહ્યું કે આ બધા મુસાફરોને અલગ-અલગ જગ્યાઓ પર આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.
25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે લગભગ 33 હજાર મુસાફરો યુકેથી ભારત આવ્યા છે. અલગ-અલગ રાજ્યની સરકાર દ્વારા તેમની તપાસ કરવીમાં આવી રહી છે. આ બધા મુસાફરોને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે બ્રિટનમાં કોરોનાનું નવો સ્ટ્રેન મળ્યા બાદ ભારત સરકારે આવતા વર્ષે જાન્યુઆરી માટે કોરોના ગાઈડલાઈનમાં વધારો કર્યો છે. 31 ડિસેમ્બર સુધી યુકે તરફથી આવતી ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ રાજ્યોને સૂચના પણ આપવામાં આવી છે કે, તેઓએ આ માટે તમામ સંભવિત સાવચેતી રાખવી જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માટે એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે.
