કોરોનાનો નવો ભય: ભારત આવતી ફ્લાઈટ પર 7 જાન્યુઆરી સુધી પ્રતિબંધ

બ્રિટનમાં વકરી રહેલા નવા કોરોના સ્ટ્રેન ધ્યાનમાં રાખીને ભારત સરકારે યૂનાઈટેજ કિંગડમથી આવતી અને જતી બધી ફ્લાઈટ પર 7 જાન્યુઆરી સુદી પ્રતિબંધ મુકી દોવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

બ્રિટિશ સરકારે હાલમાં જાહેરત કરી હતી કે, નવા વાયરસ સ્ટ્રેન 70 ટકાથી વધુ ઝડપથી ફેલાય રહ્યો છે. ત્યાર બાદ ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી-જતી ફલાઈટ્સ પર પ્રતિબંધી મુકી દેવામાં આવ્યો હતો,પરંતુ ભારતમાં નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે, યુકેથી ભારત પરત ફરનારા 20 લોકોમાં કોરોના વાયરસ (COVID-19)નો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, અત્યાર સુધીમાં 20 લોકો નવા સ્ટ્રેનના દર્દીઓ છે. અગાઉ મંગલાવારને સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 6 મુસાફરોમાં કોવિડ -19 ના નવા જથ્થાના જિનોમ, યુનાઇટેડ કિંગડમ (યુકે)થી બેંગ્લોર, હૈદરાબાદ અને પૂનાથી પાછા ફર્યા છે. મળી આવ્યા છે સરકારે કહ્યું કે આ તમામ મુસાફરોને એક અલગ જગ્યાએ રૂમમાં અલગ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે લગભગ 33 હજાર મુસાફરો યુકેથી ભારત આવ્યા છે. અલગ-અલગ રાજ્ય સરકાર દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap