વૈશ્વિક સ્તરે કોરોનાના કેસની કુલ સંખ્યા 10 કરોડને પર પહોંચી ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ નના ડેટામાંથી આ માહિતી મળી છે.
CSSEના આંકડા મુજબ વૈશ્વિક કેસો 10,00,32,461 પર પહોંચી ગયા છે, જ્યારે વિશ્વભરમાં સંક્રમણને કારણે મૃત્યુઆંકની કુલ સંખ્યા 21,49,818 થઈ ગઈ છે.
સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ, અમેરિકામાં વિશ્વભરમાં સૌથી વધુ કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સંખ્યા અનુક્રમે 2,53,62,794 અને 4,23,010 નોંધાઈ છે.
ભારતમાં કોરોના સંક્રમણના 1,06,76,838 કેસ સાથે વિશ્વમાં બીજા સ્થાને નોંધાયા છે. બ્રાઝિલમાં સંક્રમણના 88,71,393 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુનાં કેસ મામલે અમેરિકા બાદ બ્રાઝિલ 2,17,664 લોકોનાં મોત સાથે બજા ક્રમે છે.
CSSEના આંકડા મુજબ રશિયા, બ્રિટન, ફ્રાંસ, સ્પેન, ઇટાલી, તુર્કી, જર્મની અને કોલમ્બિયા એવા દેશોમાં સામેલ છે જેમાં 20 લાખથી વધુ કેસ નોધાયા છે, જ્યારે 50,000થી વધુ લોકોના મોત ધરાવતા દેશોમાં ભારત, મેક્સિકો,બ્રિટન,ઇટાલી, ફ્રાંસ, રશિયા, ઈરાન, સ્પેન, જર્મની અને કોલમ્બિયા છે.
ઉલ્લેખનિય છે કે, 8 નવેમ્બર, 2020 ના રોજ વૈશ્વિક કેસોએ 5 કરોડનો આંકડો પાર કરી લીધો હતો અને સંક્રમણના કેસ લગભગ અઢી મહિનામાં બમણા થઈ ગયા હતા.
અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જે વૈશ્વિક સ્તરે એક ચોથાઈ કરતા વધુ કેસ ધરાવે છે અને વૈશ્વિક મૃત્યુના આશરે 20 ટકા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ, ટ્રેડોસ અધનોમ ધેબ્રેયસસે કહ્યું હતું કે જો વેક્સિનનું તટસ્થ અને યોગ્ય વિતરણ સુનિશ્ચિત ન કરવામાં આવે તો દુનિયાને નૈતિક અને આર્થિક આપત્તિનો સામનો કરવો પડી શકે છે.
