ચીનમાં ફરીથી કોરોનાનો કહેર, આ બે શહેરોમાં લાદવામાં આવ્યું લોકડાઉન

કોરોના વાયરસ ફરી એકવાર ચીનમાં કહેર વર્તાવી રહ્યો છે. કોવિડ -19 ના નવા કેસો સામે આવ્યા બાદ લગભગ 2 કરોડ લોકોને ચીનમાં લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે. ચીનના બે શહેરો- Shijiazhuang અને Xingtaiમાં લગભગ 150 કરોડથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સાથે ગુરુવારે, છેલ્લા 8 મહિનામાં ચીનમાં કોરોવા વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાઇ હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં, ચીનમાં કોરોના વાયરસના 100થી વધુ કેસ નોંધાયા છે. કોવિડના વધતા જતા કેસોએ પ્રશાસનને એલર્ટ કરી દીધું છે, ત્યારબાદ કડક લોકડાઉન લગાડવામાં આવી રહ્યું છે.

ચીનની રાજધાની બીજિંગમાં પણ કેટલાક જિલ્લાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે Langfang અને Heilongjiangમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ધ ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત ન્યુ યોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર Shijiazhuang અને Xingtaiમાં લગ્નથી લઈને અંતિમ સંસ્કાર જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટીની એક કોન્ફરન્સ પણ બંધ કરી દેવામાં આવી છે.

હેબેઈ કોરોના વાયરસ નવી હોટસ્પોટ બની રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14 જાન્યુઆરીએ થયેલ રિપોર્ટમાં મૃત્યુ હેબેઈ પ્રોવિન્સમાં થયો છે. સરકારે અહીં સખત લોકડાઉન લગાવી દીધું છે.

ચીનમાં કોરોના વાયરસ રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ છે. તેમ છતાં સરકારે લોકોને ઓછી મુસાફરી કરવાની સૂચના આપી છે. કોરોના વાયરસના કેસો સામે આવ્યા બાદ ટ્રેસિંગમાં પણ તેજી જોવા મળી રહી છે.

WHOની ટીમ ચીન પહોંચી છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની એક ટીમ બુધવારે, 14 જાન્યુઆરીએ કોરોના વાયરસની તપાસ માટે આવી હતી. 10 વૈજ્ઞાનિકોની આ ટીમ કોરોના વાયરસનો રોગચાળો ક્યાંથી શરૂ થયો તેની તપાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap