દેશમાં ધીમી પડી રહી છે કોરોનાની ગતિ, જાણો 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 338 લોકોનાં મોત થયાં છે, જ્યારે 22,889 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના કેસ વધીને 9,979,447 પર પહોંચી ગયા છે અને કુલ મોતનો આંકડો વધીને 144,789 થઈ ગયો છે.

દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 313,831 સક્રિય કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોના સંક્રમણમાંથી 9,520,827 લોકો સાજા થયા છે. રિકવરી રેટ 95.31% થી વધીને 95.40% થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્ર સરકારની રણનીતિ અને સક્રિયતાની સાથે ભારતમાં રિકવરી રેટ જાળવી રાખ્યો છે.

ગુરુવારે 33,291 નવા દર્દીઓ સાજા થયાની સાથે 10 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રેકોર્ડ 75.63 ટકા રિકવરી નોંધાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાયલના આંકડાઓથી લઈને કોરોનાથી સાજા થનારા 5,728 દર્દીઓ છે, જે દક્ષિણ રાજ્યમાં સૌથી વધુ સાજા દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં 3,887 અને પશ્ચિમ બંગાળમાં 2,767 નવી રિકવરી નોંધાઈ છે.

દૈનિક મોતની સંખ્યામાં ભારતમાં સતત ઘટાડો નોંધાયો છે. કેસની મૃત્યુદર 1.45% પર રહે છે અને સતત ઘટાડો થઈ રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે ભારતનો મૃત્યુ દર વિશ્વમાં સૌથી નીચો છે.

દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરુવાર સુધી કોરોનાના 15,89,18,646 નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું અને તે જ 17 ડિસેમ્બરના રોજ 11,13,406 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ગુરુવારે કોરોનાના 1115 નવા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 8 દર્દીઓના મોત નિપજ્યા હતાં. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,32,188 પહોંચી છે અને અત્યાર સુધી 4211 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap