થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, ચીન પહેલા આ દેશમાં જોવા મળ્યો કોરોના વાયરસ !

વોશિંગટન: એક વર્ષ પસાર થઈ રહ્યો છે અને કોરોના મહામારી થમવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના ફેલાવવા માટે વિશ્વ ચીનને જવાબદાર માને છે, પરંતુ એક નવા અધ્યયનમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ અધ્યયનમાં એવા પુરાવા મળ્યાં છે કે નવેમ્બર 2019માં જ ઇટાલીમાં કોરોના વાયરસ ફેલાયો હતો.

જોકે આ અધ્યયનનમાં સામે આવ્યું છે કે, ઈટાલીમાં પ્રથમ વખત સામે આવેલી કોરોના વાયરસની બીમારીના થોડા મહિના પહેલા નવેમ્બર 2019ના અંતસુધીમાં મિલાન ક્ષેત્રના એક બાળકમાં કોરોનાનું સંક્રમણ થાયના પુરાવા મળ્યા છે.

અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ માટેનાં કેન્દ્ર (સીડીસી) દ્વાર પ્રકાશિત અધ્યયન અનુસાર, ઈટાલી અને કેનેટાના શોધકર્તાઓએ 39 બીમારો સાથે તેમની સહમતી સાથે સપ્ટેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 સુધી એકત્ર ઓરોફરીન્જલ સ્વાબ નમુનાઓનું વિશ્લેષણ કર્યા હતા. આ દરમિયાન મિલાનની આસપાસના વિસ્તારોમાં રહેતા ચાર વર્ષના બાળકનો નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તે પિઝિટિવ આવ્યો હતો. તે બાળકે ક્યાય મુસાફરી પણ કરી નહતી.

આ બાળકને 21 નવેમ્બર 2019માં સરદી અને ઉદરસની ફરિયાદ સામે આવી હતી અને તેમનું સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યું અને બે અઠવાડિયા બાદ પાચ ડિસેમ્બરે બોલાવવામાં આવ્યો હતો.

અધ્યયનમાં કહ્યું કે, આ નિષ્કર્ષ યૂરોપમાં કોરોનાની શરૂઆત થવાના સબુતોની સાથે તેના પાનખર ઋતુના અંત સુધી હોવાનું પ્રમાણ રજુ કર્યા છે. આ નિષ્કર્ષ ઈટાલીમાં કોરોનાની પથમ લહેરની તેજી સમજવમાં પણ મદદ કરશે.

ઈટાલીની સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં 16,999 અન્ય લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. નવેમ્બરના અંતસુધીમાં દરોજ કોરોના કેસ સામે આવી રહ્યાં હતા.

હાલના કોરોના સંક્રમણને આંકડાઓથી સામે આવી રહ્યું છે કે,ઈટલીમાં સંક્રમણની બીજી લહેર હવે ધીમે-ધીમે જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap