COVID-19 વેક્સિનને લઈને આવ્યા મહત્વના સમાચાર,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કરી આવી જાહેરાત

કોરોના વેક્સિનને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષ વર્ધને મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોનાની વેક્સિન હવે સમગ્ર દેશમાં ફ્રીમાં આપવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, જ્યારે ડો.હર્ષ વર્ધનને પૂછવામાં આવ્યું હતું કે, જો કોરોના વેક્સિન દિલ્હીમાં ફ્રીમાં આપવામાં આવશે.તેમણે કહ્યું કે, દિલ્હી સહિત સમગ્ર દેશમાં વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે.

કેન્દ્રીયમંત્રી ડો.હર્ષવર્ધને લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના વેક્સિન વિશે કોઇ અફવાઓ પર ધ્યાન ન આપે.

તેમણે શનિવારે કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપવું. વેક્સિનની સલામતી અને અસરકારકતાની ખાતરી કરવી અમારી પ્રાથમિકતા છે. પોલિયો સામે લડવાની ઝુંબેશ દરમિયાન વિવિધ અફવાઓ ફેલાવવામાં આવી હતી, પરંતુ લોકોએ વેક્સિન લીધી હતી અને ભારત હવે પોલિયો મુક્ત છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર, ભારતના કેન્દ્રીય ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) ની 10-સભ્યોની સબજેક્ટ એક્સપર્ટ કમિટીએ શુક્રવારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ કરવાની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં, ભારત કોવિડ -19 વેક્સિન લેવાની ખૂબ નજીક આવી ગયું છે. જો કે, આ વેક્સિનને હજી સુધી ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.

આ દરમિયાન, શનિવારથી દેશભરમાં કોરોના વેક્સિનેશન માટે ડ્રાય રન શરૂ થઈ ગયુ છે. વેક્સિનેશન માટેની વ્યવસ્થાઓની ચકાસણી કરવાનો અને વાસ્તવિક રસીકરણ અભિયાન શરૂ થાય તે પહેલાં કોઈપણ ખામીને દૂર કરવાનો હેતુ છે.

જણાવી દઈએ કે હાલમાં આ પ્રકારનું ડ્રાય રન આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ અને આસામમાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે 116 જિલ્લામાં 259 સ્થળોએ કોવિડ -19 વેક્સિન માટે ડ્રાય રન હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap