કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 8 ડિસેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘તમામ વેક્સિન ઉત્પાદકો અને સાઈન્ટિસ્ટ સાથે વાત કરી છે અને હાલમાં ‘ભારતમાં વેક્સિનના 6 કેન્ડિડેટ ક્લિનિકલ ટ્રાયલ સ્ટેજ પર છે.’
નીતી આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો.વી.કે. પોલે કહ્યું, “ડ્રગ રેગ્યુલેટર સક્રિય રીતે ત્રણ COVID-19 વેક્સિન કેન્ડિડેટ પર વિચારણા કરી રહ્યું છે. આશા છે કે, તે ત્રણેય અથવા તો કોઈપણ એકને જલ્દી લાયસન્સ મળી શકે છે.”
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, કેટલાક વેક્સિન કેન્ડિડિસ્ટને આગામી થોડા અઠવાડિયામાં લાઇસન્સ મળી શકે છે.
સીરમ ઇન્સ્ટિટ્યુટ એફ ઈન્ડિયા (SII)એ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની ઓક્સફોર્ડ કોરોના વેક્સિન માટે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન માંગનારીની પ્રથમ કંપની છે. આ સિવાય અમેરિકાના ફાઈઝર અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા પણ DCGIની મંજૂરી માંગવામાં આવી છે. ભારત બાયોટેકે પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન Covaxin વિકસાવી છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે મળીને ‘પ્રારંભિક રસીકરણની પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે.’
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષને કહ્યું હતું કે, “વેક્સિનેશન માત્ર રાજ્ય કે કેન્દ્રની જવાબદારી હોઈ શકે નહીં; લોકોએ તેમાં ભાગ લેવો જોઈએ.” તેમણે કહ્યું કે ભારતના નિયમનકારી માળખામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન માટેની વિશેષ જોગવાઈ છે.
વેક્સિન માટે અગ્રતા જૂથો અંગે NEGVACનું સૂચન
આ વર્ષે ઓગસ્ટમાં વેકસીન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) પર નેશનલ એક્સપર્ટ ગ્રુપની રચના કરવામાં આવી હતી. તેનું કામ COVID-19 સામે લડવામાં સલાહ આપવાનું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ સમૂહ ‘વસ્તી જૂથોને પ્રાધાન્ય આપવા, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને પ્રાપ્તિ, વેક્સિનની પસંદગી, વેક્સિન પહોંચાડવા અને ટ્રેકિંગ મિકેનિઝમ’ માં મદદ કરે છે.
મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એક્સપર્ટ ગ્રુપે સલાહ આપી છે કે ફ્રન્ટલાઈન હેલ્થકેર પ્રોવાીડર્સ અને વર્કર્સ, રાજ્ય અને કેન્દ્રીય પોલીસકર્મી, સશસ્ત્ર દળો, હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્વયંસેવકો, મ્યુનિસિપલ વર્કર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે,COVID-19 વેક્સિનેશન ડ્રાઈવની ‘નિયમિત આરોગ્ય સેવાઓ અને રોગપ્રતિરક્ષા પર ન્યૂનતમ અસર થવી જોઈએ’. મંત્રાલયે કહ્યું, “દેશભરમાં આશરે 2.39 લાખ રસીકરણ કરનારા (સહાયક નર્સ મિડવાઇફ-ANM) છે. COVID-19 વેક્સિનેશન માટે ફક્ત 1.54 લાખનો ઉપયોગ કરવામાં આવશે.”
સ્વાસ્થ્ય સચિવે કહ્યું હતું કે ‘સાઈન્ટિસ્ટ પાસેથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ અમે વેક્સિનનું વ્યાપક ઉત્પાદન શરૂ કરીશું.’ તેમણે કહ્યું કે અમે ટૂંકા સમયમાં દરેક વ્યક્તિને વેક્સિન પહોંચાડવાની તૈયારી કરી લીધી છે.
